________________
બાડુંગની જ્વાળામુખી-ટાંગ્યુબાન પરાહુ
૩૫ નીકળ્યા, પણ પાંચેક કિલોમીટર સુધી તો ગાડીઓની લાંબી હાર અને દરેક સિગ્નલને સલામ કરવા થોભવાનું. વચ્ચે અમારા ગાઇડ મિ. એમાં પણ જોડાઈ ગયા.
રસ્તામાં “અપૂર્વકર્તા' નામનું ગામ આવ્યું. ત્યાંથી અમે વળાંક લીધો. જાવા, સુમાત્રા, બાલી વગેરેમાં રામાયણના કાળની સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રભાવ ત્યાંનાં કેટલાંક વિશેષ નામોમાં હજુ પણ જોવા મળે છે. આ વિસ્તારમાં રબરનાં વૃક્ષો ઘણાં થાય છે. એક સ્થળે ગાડી ઊભી રાખીને અમે એ વૃક્ષોમાંથી ટપકતા દૂધને લોકો કેવી રીતે એકઠું કરી લે છે તે નજરે નિહાળ્યું. આગળ જતાં સુબાંગ નામના ગામ પાસે અમે લીલા નારિયેળનું પાણી પીધું. બે હાથમાં પકડવું પડે એટલા મોટા જંગબારી નારિયેળમાંથી ચાર-પાંચ ગ્લાસ જેટલું પાણી નીકળે. એક જ નારિયેળમાંથી આટલું બધું પાણી જિંદગીમાં ક્યારેય પીધું નથી. વળી નારિયેળ કાપવાની રીત અનોખી. ઉપર નાનું કાણું કરવામાં આવે એવું નહિ. ઉપરથી ત્રણેક ઇંચ પહોળું અને એટલું જ લાંબું ચોસલું કાપવામાં આવે કે જે ઢાંકણા જેવું કામ કરે. અંદર મૂઠી માય એટલું પહોળું. નારિયેળમાં બરફ નાખીને આપે. જોઈએ તો અંદર શરબત પણ નાખી આપે. અને એક નારિયેળના રૂપિયા કેટલા ? ત્રણ હજાર. પણ ઊભા રહો. એ ઇન્ડોનેશિયાના રૂપિયા. ત્યાંનું ચલણ રૂપિયા છે. પણ અત્યારે ત્યાં સખત ફુગાવો છે. ત્યાંના ત્રણ હજાર રૂપિયા એટલે આપણા પંદરેક રૂપિયા. ઘણું સસ્તું કહેવાય.
સુબાંગના ચાર રસ્તા પાસે વડનું મોટું ઘટાદાર વૃક્ષ હતું. ગાઇડે કહ્યું, ઇન્ડોનેશિયામાં ઘણે સ્થળે જ્યાં ચાર રસ્તા ભેગા થાય ત્યાં તમને વડનું ઝાડ જોવા મળશે. ચારેબાજુ વડવાઈઓ પ્રસરાવનાર વડ અહીં એકતાના પ્રતીક તરીકે મનાય છે. એટલે ચાર રસ્તા-ચોકડી જ્યાં હોય ત્યાં વડ ન હોય તો લોકો ઉગાડે છે.”
અમારી ગાડી આગળ વધતી હતી. હવે અમારે નિર્ણય લેવાનો હતો કે પહેલાં બાડુંગ જવું કે પહેલાં ગરમ પાણીના કુંડ અને જ્વાળામુખી તરફ જવું. ગાઇડે કહ્યું કે, આપણે મોડા નીકળ્યા છીએ, એટલે સાંજે પાંચ વાગે જ્વાળામુખીનો વિસ્તાર બંધ થાય તે પહેલાં આપણે ત્યાં પહોંચી જવું જોઈએ. અમારી ગાડી એ રસ્તે ચાલી.
રસ્તાની બંને બાજુ નાનાં નાનાં બેઠા ઘાટનાં મકાનો હતાં. એનાં બારીબારણાં, છાપરાં, નળિયાં વગેરેમાં ડચ સ્થાપત્યનો અણસાર વરતાતો હતો. રસ્તો ઊંચે ચડતો ગયો અને ઠંડી હવાને નિમંત્રણ દેતો ગયો. અનુક્રમે પાંચેક હજાર ફૂટની ઊંચાઈએ અમે પહોંચી ગયા. આટલી ઊંચાઈ, હવા અને ફળદ્રુપ જમીન ચા ઉગાડવા માટે અનુકૂળ ગણાય. ડચ લોકો અહીં ચા લઈ આવ્યા. રસ્તાની બંને બાજુ ચાના મોટા મોટા બગીચા હતા.
જ્યાં જ્વાળામુખી હોય ત્યાં નજીકમાં ક્યાંક ગરમ પાણીનાં ઝરણાં હોય જ. જમીનના પેટાળમાં રહેલા ગંધકના થરમાંથી પસાર થતું પાણી ગરમ હોય અને એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org