________________
બાડુંગનો જવાળામુખી – ટાંકુબાન પરાહુ
ઇન્ડોનેશિયા એટલે સળંગ એક પ્રદેશનું નહિ પણ દ્વિીપસમૂહ(Archipelago)નું રાષ્ટ્ર. એક છેડે ભારતીય મહાસાગરમાં મલેશિયા પાસેથી શરૂ કરીને બીજે છેડે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયા સુધી પથરાયેલા આ રાષ્ટ્રના સાતસોથી અધિક ટાપુઓમાં સુમાત્રા, જાવા, બાલી, કાલિમંતન વગેરે મુખ્ય છે અને તેમાં પણ રાજકીય, આર્થિક અને લોકસંખ્યાની દૃષ્ટિએ જોવાનું પ્રભુત્વ છે. વીસમી સદીના પૂર્વાર્ધને અંતે બ્રિટિશ સત્તાની જેમ ડચ સત્તાને પણ એશિયામાંનાં પોતાનાં સંસ્થાનો છોડી દેવાં પડ્યાં હતાં. ડચ સત્તાની વિદાય પછી એ સંસ્થાનોની પુનરચના એટલે ઇન્ડોનેશિયા.
ઇન્ડોનેશિયા એટલે જ્વાળામુખી પર્વતોનો દેશ. ત્યાં ચારસોથી અધિક જવાળામુખી છે. માત્ર જાવામાં જ એકસોથી વધુ છે અને તેમાં પાંત્રીસ તો સક્રિય (Active) છે, એટલે કે ગમે ત્યારે ફાટે. બીજા બધા ઠરી ગયેલા છે. ગૂમડું ફાટે અને રસી નીકળી જાય પછી ત્યાં જેમ ખાડો થઈ જાય તેમ જવાળામુખી ફાટે અને લાવારસ નીકળી જાય પછી તે ઠરી જતાં ત્યાં જે મોટો કંઈક વર્તુળાકાર ખાડો થઈ જાય એને દ્રોણ (Crater) કહે છે.
ઇન્ડોનેશિયાના પાટનગર અને જાવાના મુખ્ય શહેર જકાર્તા(જાકાર્તા, વાકાર્તા)થી અમારો કાર્યક્રમ બાડુંગ શહેર અને એની પાસે આવેલા જ્વાળામુખી ટાંકુબાન પરાહુ (પ્રાહુ, બરાહુ) જોવા જવાનો હતો, પણ પ્રવાસમાં કેટલીક વાર નાની સરખી પ્રતિકૂળતા કાર્યક્રમને અનિશ્ચિત બનાવી દે છે. આગલી સાંજે ચાલુ થયેલો જોરદાર વરસાદ તે દિવસે સવારે પણ ચાલુ જ હતો. પરિણામે બાડુંગનો કાર્યક્રમ અમારે માંડી વાળવો પડ્યો. ચા-નાસ્તો કરીને અમે હોટેલમાં જ નિરાંતે લટાર મારતા હતા
ત્યાં સાડાનવ વાગે અમારા ગાઇડનો ફોન આવ્યો કે “વરસાદ રહી ગયો છે. હજુ પણ બાલ્ડંગ જઈ શકાય, જો તમે તરત નીકળી શકો એમ હો અને પાછા ફરતાં રાતના બાર-એક વાગી જાય એનો વાંધો ન હોય તો.” અમે મિત્રોએ માંહોમાંહે વિચાર કરીને તરત સંમતિ જણાવી દીધી.
જકાર્તાથી બાડુંગનું અંતર આશરે બસો કિલોમીટરનું, પણ વચ્ચે વચ્ચે નાના રસ્તા અને ટ્રાફિક વધારે એટલે એટલું અંતર કાપતાં પણ ઘણી વાર લાગે. અમે તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org