________________
સિકોયાની શિખામણ છે. હાકુજાએ કહ્યું, “સિકોયાનું વૃક્ષ આપણને ઉપદેશ આપે છે કે કુદરતે તમને જે પ્રેમથી આપ્યું છે તે અનેક ગણું કરીને કુદરતને પાછું આપો. ઉદાર બનો, સ્વાર્થી ન બનો. ચપટી ચપટી ન આપો, મૂઠા ને મૂઠા ભરીને અથવા ખોબલે ખોબલે બીજાને આપો.”
વળી હાકુજાએ કહ્યું કે “સિકોયાનું વૃક્ષ આપણને શિખામણ આપે છે કે જીવનમાં સમતા જેવું કોઈ તત્ત્વ નથી. ઠંડી, ગરમી, વરસાદ બરફ અને કરા, વીજળી અને વાવાઝોડું, જંગલની આગ અને એવા એવા ભયંકર ઉપસર્ગો સામે જે સ્વસ્થતાથી સમતાપૂર્વક અણનમ રહે છે તે આટલું નિરામય દીર્ધાયુષ્ય ભોગવે છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકારરહિત સ્વીકાર એ જીવન જીવવાની શ્રેષ્ઠ ચાવી છે.' અમને સિકોયાની શિખામણમાં ભારતીય તત્ત્વજ્ઞાનનો ધબકાર સંભળાતો હતો.
હાકુજાએ સિકોયાના જીવનમાંથી તારવેલું રહસ્ય હૃદયંગમ હતું. એની સાથેની સફર પૂરી કરી અમે સૌ માહિતી કેન્દ્રમાં આવ્યા. આ કેન્દ્રમાં ફોટાઓ, નકશાઓ, વિવિધ ચીજવસ્તુઓનું નાના સંગ્રહસ્થાન જેવું આયોજન થયેલું છે. અમે એ જોવામાં મગ્ન હતા ત્યાં માઇક ઉપર જાહેરાત થઈ : “સજ્જનો અને સન્નારીઓ ! અમારે અત્યારે પાંચ મિનિટની એક ઔપચારિક વિધિ કરવાની છે, તો આપ બધાને અમારા કાઉન્ટર પાસે પધારવા વિનંતી છે.' શી વિધિ કરવાની હશે એની ખબર નહોતી, પણ બધા પ્રવાસીઓ એકત્ર થવા લાગ્યા અને ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ત્યાં માઇકમાં જાહેરાત થઈ : “અર્ચિત અને અચિરા જ્યાં હોય ત્યાંથી કાઉન્ટર પાસે આવે.” અમે વિચારમાં પડ્યાં. અર્ચિત-અચિરાને અમે ત્યાં મોકલ્યાં એવામાં એક ઓફિસર આવ્યા. તેમણે જાહેરાત કરી : “આજે આપણે બાળકોનો જે વર્ગ લીધો હતો અને પ્રશ્નપત્રિકા આપી હતી, તે બધી અમારી પાસે આવી ગઈ છે અને તપાસાઈ ગઈ છે. અમને જણાવતા આનંદ થાય છે કે અર્ચિત અને અચિરા આ બંને બાળકોને સોમાંથી સો માર્ક્સ મળે છે. એટલે બંનેને “જુનિયર રેન્જર એવૉર્ડ મળે છે. બંનેને તે માટે અમે બિલ્લો પહેરાવીશું. પછી અચિંતન Raven Award પહેરાવવામાં આવ્યો, જેમાં Raven (કાગડો)નું ચિત્ર હતું અને અચિરાને Jay Award પહેરાવવામાં આવ્યો, જેમાં Jay (કોયલ જેવું પક્ષી)નું ચિત્ર હતું. તાળીઓના ગડગડાટથી સૌએ આ વિધિ વધાવી લીધી.
બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પાર્કના અધિકારીઓનું આ કેવું દૃષ્ટિપૂર્વકનું સુંદર આયોજન ! સિકોયા પાર્કના પ્રવાસનો આ અનુભવ અમારા માટે સ્મૃતિમાં સંઘરી રાખવા જેવો બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org