________________
૩૨
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ આવ્યા સાહસિકો, શોધસફરીઓ, વેપારીઓ વગેરે. તેઓએ એમાં ખુરશી ટેબલ ગોઠવ્યાં. ખાણીપીણીની રેસ્ટોરાં એમાં થઈ. દારૂનો બાર પણ થયો. ત્યાર પછી જ્યારે નૅશનલ પાર્કની સ્થાપના થઈ ત્યારે આ ભૂગર્ભ-થડગર્ભ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી. એક ઐતિહાસિક અવશેષ તરીકે એની જાળવણી ચાલુ થઈ. આ સિકોયા વૃક્ષ જીવતું હશે ત્યારે બિચારાને કલ્પના પણ નહિ હોય કે એના અવસાન પછી માનવજાત એના પેટમાં કેવાં કેવાં ઑપરેશન કરશે!
ભોમિયણ હાકુજા ત્યાર પછી અમને લઈ ગઈ આ પાર્કમાં બે વયોવૃદ્ધ વડીલ રિકવા પાસે. એકને નામ આપવામાં આવ્યું છે “જનરલ ગ્રાન્ટ સિકોયા' બીજાનું નામ છે “જનરલ શેરમાન સિકોયા'. એ બેમાં શેરમાન સિકોયા સિનિયર યાને કાલયેષ્ઠ છે. ત્રણ હજાર કરતાં વધુ વર્ષથી તે આ પાર્કમાં હસતું ઊભું છે. દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ભોગવી રહેલા સિકોયા તરીકે એની ગણના થાય છે. એનું શરીર અદોદળું થઈ ગયું છે, પણ એનો કાર્ડિયોગ્રામ નૉર્મલ છે. તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. જમીન પર એના થડનો ઘેરાવો ૧૩૦ ફૂટ જેટલો છે. એના સમગ્ર લાકડાનો અંદાજ ૧,૪૦૦ ટન જેટલો મૂકવામાં આવે છે.
આપણને પ્રશ્ન થાય કે આટલા બધા વનજવાળું ઉસ્તંગ વૃક્ષ ભયંકર વાવાઝોડામાં પણ ઊખડી ન જતાં પોતાની સમતુલા બરાબર જાળવીને કેવી રીતે ઊભું રહી શકતું હશે ? એનું કારણ એ છે કે સિકોયા પોતાનાં મૂળિયાંને બરાબર મજબૂત રીતે ચોમેર પ્રસરાવે છે. સમતુલા જાળવવા માટે ઊંડાણ ઉપરાંત વિસ્તાર પણ મહત્ત્વનો છે. એનાં મૂળ જમીનમાં ચાર-પાંચ ફૂટ જેટલાં નીચે જાય છે, પણ એક એકર જેટલા વિસ્તારમાં તે પ્રસરે છે. એટલે જ આવું રાક્ષસી વૃક્ષ સૈકાઓ સુધી ટટાર ઊભું રહે છે. હાકુજાએ કહ્યું કે “સિકોયા આપણને સમજાવે છે કે જીવનમાં સમતુલા જાળવવી હોય તો દઢમૂલ બનવું જોઈએ.”
સિકોયા અને રેડવુડ વૃક્ષ બંને એક જ જાતિનાં ગેરુ રંગનાં દીર્ઘજીવી વૃક્ષો છે, છતાં, હાકુજાએ કહ્યું કે સિકોયા એ રેડવુડ નથી. વનસ્પતિશાસ્ત્રીઓ બંને વચ્ચેનો તફાવત બતાવે છે કે રેડવુડ વધારે ઊંચાં, પાતળાં અને ઉપરથી શંકુ આકારનાં હોય છે. તેનું આયુષ્ય વધુમાં વધુ બે હજાર વર્ષનું હોય છે. સિકોયા જાડાં અને ઉપરથી ગુચ્છાદાર હોય છે અને ત્રણ હજાર વર્ષથી પણ વધુ જીવી શકે છે. રેડવુડનાં બી ટમેટાંનાં બી જેવાં હોય છે. અને સિકોયાનાં બી મગનાં ફોતરાં જેવાં હોય છે. એક પરિપક્વ સિકોયા પર એકસાથે દસ હજારથી વધુ ડીંડવાં (cones) થાય છે અને એક ડીંડવામાં બસોથી વધુ બી હોય છે. કુદરતની કેવી કરામત છે તે તો જુઓ કે મગના ફોતરા જેટલા એક બીજમાંથી દસ લાખ કિલોગ્રામ કરતાં વધુ વજનનું લાકડું ધરાવતું સિકોયાનું વિરાટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. સિકોયા પણ લાખો બી કુદરતને પાછાં આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org