________________
૩૧
સિકોયાની શિખામણ જરૂર નથી અને એ માટે કશી ફી પણ નથી. ઊગતી પ્રજા પ્રકૃતિમાં વધુ રસ લેતી થાય, પ્રકૃતિપ્રેમી બને અને પર્યાવરણ માટે તેમનામાં સભાનતા આવે એ જ એનો આશય છે. અમારાં અર્ચિત અને અચિરા એમાં જોડાઈ ગયાં. પચાસેક બાળકો આવ્યાં હતાં. એક રેન્જર ભાઈ અને બહેન એ વર્ગ લેવાનાં હતાં. વડીલોને બેસવાની છૂટ હતી એટલે એક બાજુ રખાયેલી ખુરશીઓમાં અમે પણ બેઠાં. બંને રેન્જરોએ આ જંગલમાં જોવા મળતાં વૃક્ષો, વેલાઓ, પ્રાણીઓ, જીવજંતુઓ ઇત્યાદિની ખાસિયતોના ફોટાઓ, ચિત્રો, ચીજવસ્તુઓ વગેરે દ્વારા સરસ પરિચય કરાવ્યો. તેઓની કેટલીક પદ્ધતિ વિશિષ્ટ હતી. ઉદાહરણ તરીકે હારબંધ જુદાં જુદાં ખાનાંઓમાં પ્રત્યેકમાં કોઈક વસ્તુ મૂકી હતી. બંધ ખાનામાં ઉપર રાખેલા મોટા કાણામાં બાળકે હાથ નાખીને અંદરની વસ્તુનો સ્પર્શ કરીને કહેવાનું કે તે શું હશે. ત્યાર પછી બધાં ખાનાં ખોલી નાખવામાં આવે. કોઈકમાં પથ્થર, કોઈકમાં લાકડાનો ટુકડો, કોઈકમાં રીંછની ચામડી, ઝાડની છાલ, ખિસકોલીની પૂંછડી, સિકોયાનું ડીંડવું, પાંદડાં, ઘાસ વગેરે હતાં. એ જોઈને પોતાના જવાબ કેટલા સાચા પડ્યા છે તેની બાળકોને ખબર પડી જાય. ત્યાર પછી બાળકોને પ્રશ્નપત્રની એક પુસ્તિકા આપવામાં આવી. એમાં ઘણા બધા પ્રશ્નો હતા, પણ ભરતાં વાર લાગે એમ નહોતું, કારણ કે સાચા જવાબ પર નિશાની કરવાની હતી. અર્ચિત અને અચિરા તે ભરીને માહિતી કેન્દ્રમાં આપી આવ્યાં.
સમય થયો એટલે અમે જોડાયા રેન્જર કેરોલ હાકુજા સાથે. એક જાપાની યુવતી આવા ક્ષેત્રમાં વ્યાવસાયિક ધોરણે જોડાય એ આશ્ચર્યની વાત હતી. વસ્તુત: એનો વ્યવસાય પ્રકૃતિપ્રેમનો પર્યાય બની ગયો હતો. એની સૌમ્ય, પ્રસન્ન મુખાકૃતિ જ કુદરત સાથેના એના તાદાભ્યની સાક્ષી પૂરતી હતી. એના અમેરિકન અનુનાસિક ઉચ્ચારોમાં માધુર્ય વરતાતું હતું. તે અમને પહેલાં લઈ ગઈ એક સૂતેલા એટલે કે જમીનદોસ્ત થયેલા સિકોયાના થડ પાસે. વૃક્ષનું થડ કેટલું બધું જાડું અને મોટું હોઈ શકે એનો વાસ્તવિક ખ્યાલ આપવા માટે આ એક દૃશ્ય જ પૂરતું ગણાય. થડ જોતાં જ લાગે કે જાણે કુંભકર્ણ ન સૂતો હોય ! સૈકાઓથી પડેલું થડ અંદરથી પોલું થઈ ગયું છે. પછી તો માણસોએ અંદરથી કાપીને એ પોલાણને વ્યવસ્થિત ઘાટ આપ્યો છે. અમે એમાં ધખલ થયા. જાણે લાંબું મોટું ભોંયરું ! અજવાળું આવે એ માટે એમાં ક્યાંક ક્યાંક બાકોરાં કર્યા છે. જૂના વખતમાં અહીંના આદિવાસીઓએ એનો ઉપયોગ ઘર તરીકે કરેલો. ઠંડી, ગરમી, વરસાદ, બરફ, વાવાઝોડું, વીજળી, હિંસક જંગલી પ્રાણીઓ વગેરે સામે એમાં રક્ષણ મળી શકતું. પછી અમેરિકન શિકારીઓ આવ્યા. તેઓ અંદર રહેતા અને રાતને વખતે પોતાના ઘોડાઓને પણ અંદર બાંધતા. ઘોડાના તબેલા તરીકે એનો ઉપયોગ થતો. પંદર-સત્તર ઘોડા ખુશીથી એમાં રહી શકે. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org