________________
૩૦
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ એવા ગુણવાળી છે કે તે આગ પકડતી નથી. ઠંડી, ગરમી કે વરસાદની કોઈ માઠી અસર છાલ ઉપર થતી નથી. એટલે જ જંગલમાં આગ લાગે, Bush Fire થાય તો સિકોયાના વૃક્ષને બળી મરવાનો જરા પણ ડર નહિ. ચોમેર ભડભડ બળતા અગ્નિ વચ્ચે પણ સિકોયાનું વૃક્ષ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે.”
સિકોયાનું એક ડીંડવું (Cone–જીંડવું) બતાવી ભોમિયાએ વળી એક વિશેષ વાત કહી. સિકોયાનાં આ જંગલોમાં પહેલાંના વખતમાં આગ લાગતી તો તે ઓલવી નાખવામાં આવતી, એમ માનીને કે એથી સિકોયાનાં વૃક્ષોને નુકસાન પહોંચશે, પરંતુ હવે આ ખ્યાલ બદલાઈ ગયો છે. વનસ્પતિશાસ્ત્રીઓએ એવું સંશોધન કર્યું છે કે આગ તો સિકોયા માટે ઉપકારક છે. આગથી સિકોયા બળતું નથી , પણ એનાં ડીંડવાંમાંથી એનાં બી છૂટાં પડી ઊડે છે અને દૂર દૂર સુધી પડેલાં એ બીમાંથી નવાં સિકોયા ઊગે છે. એટલે સિકોયાની પ્રજોત્પત્તિ માટે આગ આવકારદાયક છે.
પણ આગ ન લાગે તો ? તો પણ નવાં સિકોયા ઊગે છે, કારણ કે આ વૃક્ષોમાં ખિસકોલીઓ ઘણી હોય છે. તેને ડીંડવાં બહુ ભાવે છે. તે ડીંડવાં ફોડી ખાય છે ત્યારે એનાં બી આસપાસ વેરાય છે. પ્રકૃતિમાં બધી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. - સિકોયાને તડકો સારો જોઈએ. ઠંડી, વરસાદ, બરફ વગેરે પણ એને બહુ ગમે. એ ત્રણસો – સવા ત્રણસો ફૂટ જેટલું સીધું ઊચું ટટાર વધતું જાય. એનું થડ ઘણે ઊંચે સુધી ડાળ વગરનું હોય. એની ડાળીઓ લચેલી કે નમેલી નહિ, પણ કોઈ લશ્કરી જવાની કવાયત કરતી વખતે હાથ સીધો લંબાવે એવી હોય છે. વૃક્ષ જેમ મોટું થતું જાય તેમ ડાળ મોટી થતી જાય. હજાર વર્ષ જૂના સિકોયાની ડાળ દસેક ફૂટ જાડી અને ત્રીસેક ફૂટ લાંબી હોય છે, જાણે વૃક્ષ ઉપર બીજું આડું વૃક્ષ ઊગ્યું ન હોય ! સિકોયા વડ, આંબા કે લીમડા જેવું છત્રાકાર, ઘટાદાર વૃક્ષ નથી, પણ એની ડાળીઓમાં પાંદડાંઓનાં છૂટાં છૂટાં ઝૂમખાં હોય છે. મોટા સિકોયાની છાલ પંદર-પચીસ ઇંચ જાડી હોય છે. આ છાલના રક્ષણથી અને એમાંથી નીકળતા ટેનિક ઍસિડથી જંતુરહિત રહેવાને લીધે સિકોયાને દીર્ધાયુષ્ય સાંપડે છે. વળી ટેનિક ઍસિડને લીધે સિકોયાની છાલનો રંગ રતાશ પડતો, ગેરુ જેવો થાય છે. આ રંગને કારણે સિકોયાનું વૃક્ષ કોઈ ભગવાધારી ધ્યાનસ્થ સંન્યાસી જેવું લાગે. એટલે જ સિકોયા પાસેના વાતાવરણમાં કોઈ અદ્ભુત શક્તિ અને પ્રેરક પ્રસન્નતા અનુભવાય છે.
રેન્જરે અમને કેડીએ કેડીએ ફરતાં ફરતાં વિવિધ વનસ્પતિનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો. અમારાં અર્ચિત અને અચિરાએ પણ એમાં સરખો રસ લીધો. અમે પાછા ફર્યા. બે કલાકના વિરામ પછી રેન્જ૨ હાકુજા સાથે જવાનું હતું. વિરામ દરમિયાન પાર્કમાં પ્રકૃતિકેન્દ્ર(Nature Centre)માં બાર વર્ષ સુધીનાં બાળકો માટે રોજેરોજ એક કલાક માટે વર્ગ ચલાવવામાં આવે છે. એ માટે અગાઉથી નામ નોંધાવવાની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org