________________
૨૯
સિકોયાની શિખામણ નથી આવતો તેમ સિકોયાની ઉંમરમાં પણ આપણે ભૂલથાપ ખાઈ જઈએ.” ટીમે અમને ઊંચું પણ પાતળી સોટી જેવું લીલુંછમ વૃક્ષ બતાવીને પૂછ્યું, “આ સિકોયાની ઉંમર કેટલી હશે ?' અમે કહ્યું કે, “પહેલાં તો એ સિકોયા જેવું લાગતું જ નથી. પણ સિકોયા જ જો છે તો એની ઉમર ત્રણચાર વર્ષની હશે.' ટીમે કહ્યું. “ના, એની ઉમર પોણોસો વર્ષથી વધુ છે.”
‘પણ અમે એમ કેમ માની લઈએ ?'
‘હું મારા ઘરનું નથી હાંકતો કે તમારી મજાક નથી કરતો. સિકોયાની ઉંમર જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એના પડમાં છેદ પાડી, એના કોષોનાં વર્તુળોનો કેટલો વિકાસ થયો છે એની ગણતરી કરીને ઉમરનો અંદાજ કાઢવામાં આવે છે.”
પછી વૃક્ષના “સિકોયા' નામની વાત કરતાં ભોમિયાએ કહ્યું, “સામાન્ય રીતે ઇંગ્લિશ ભાષામાં વૃક્ષોનાં નામ લૅટિન અથવા ગ્રીક ભાષા પરથી આવ્યાં છે, પણ સિકોયા' શબ્દ એ રીતે નથી આવ્યો. એ છેલ્લા દોઢબે સૈકા જેટલો જૂનો છે. સિકોયા વૃક્ષ તો ત્રણ હજાર કે તેથી વધુ વર્ષથી પ્રાચીન છે. ભૂતકાળના સૈકાઓ દરમિયાન ભિન્ન ભિન્ન યુગની આદિવાસી પ્રજા એને ભિન્ન ભિન્ન નામથી ઓળખતી આવી હશે. એ વિશે આપણી પાસે કશી જ આધારભૂત માહિતી નથી. અર્વાચીન ‘સિકોયા' નામ કેવી રીતે પડ્યું એની રસિક દંતકથા છે. જૂના વખતમાં આ વિસ્તારમાં જે આદિવાસીઓ (ઇન્ડિયન) રહેતા હતા તે ચિરોકી' જાતિના હતા. આજે પણ તેમના વંશજો આ વિસ્તારમાં છૂટાછવાયા જોવા મળે છે. એ ચિરોકી લોકોના નેતાનું નામ હતું ‘સિ કોણ વાહ'. તે બહુ લોકપ્રિય હતો. એણે પોતાના લોકોને સંસ્કારી બનાવ્યા, ભાઈચારો વધાર્યો અને પોતાની ભાષાનું સાંકેતિક અક્ષરજ્ઞાન આપ્યું. એના અવસાન પછી એ જાતિના લોકોએ એની યાદગીરી તરીકે વૃક્ષોમાં નેતા સમાન આ વૃક્ષને “સિ કોહ યાહ” એવું નામ આપ્યું. ત્યારથી ‘સિકોયા' શબ્દ પ્રચલિત થઈ ગયો છે.
આગળ જતાં એક સ્થળે અમને બધાને વર્તુળાકારે ઊભા રાખી ભોમિયાએ પોતાના થેલામાંથી એક જાડો લાંબો ખરબચડો લાકડાનો ટુકડો કાઢ્યો. સિકોયાના ઝાડની છાલનો એ ટુકડો હતો. પછી એણે એક ગૅસબર્નર કાઢ્યું. ગેસ પેટાવીને એના ઉપર છાલનો ટુકડો બળવા માટે એક છેડેથી હાથમાં ધર્યો. લાકડું તો તરત બળે અને ધુમાડા નીકળે, પરંતુ ખાસ્સી વાર રાખવા છતાં એ છાલ બળી નહિ. એણે કહ્યું, “આ ટુકડો બળ્યો નથી, પણ એ કેટલો ગરમ છે તે જોવા તમારામાંથી કોણ હાથમાં લેશે ?' દઝાવાની બીકે કોઈએ તત્પરતા બતાવી નહિ. એટલે એ ગરમ ટુકડો એણે પોતાની જ હથેળીમાં મૂક્યો અને હથેળી દબાવી. જાણે કશું થયું ન હોય એવું લાગ્યું. એથી અમારામાં હિંમત આવી. બધાએ એનો સ્પર્શ કરી જોયો. કોઈને દઝાયું નહિ. ભોમિયાએ કહ્યું, “આ જ સિકોયાની ખૂબી છે. તજના રંગ જેવા રંગવાળી આ છાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org