________________
૩૮
પાસપૉર્ટની પાંખે
આમ ચાવીની સમસ્યાનો સુખદ અંત આવ્યો.
અમે ચાપાણી લેતા હતા એટલી વારમાં તો વરસાદ બંધ થઈ ગયો. ઉઘાડ નીકળ્યો. જાણે અમને અટકાવવા માટે જ વરસાદે તોફાન ન મચાવ્યું હોય ! ‘જવું છે બીજી વાર નાહવા ?’ એક મિત્રે પ્રશ્ન કર્યો.
‘પણ ફરીથી ટિકિટ લેવી પડશે એનું શું ?' બીજા મિત્રે કહ્યું.
‘ના, નહિ લેવી પડે. આ ટિકિટમાં જ તમે ફરીથી જઈ શકશો.’ પાસે ઊભેલા વ્યવસ્થાપકે અમારી વાત સાંભળીને જવાબ આપ્યો.
ભાગ ૩
‘હા, એ તો ખરું, પણ કૉસ્ચ્યુમ પહેરીએ ત્યાં સુધીમાં ફરી વરસાદ નહિ પડે એની ખાતરી છે ?’ એક મિત્રે મજાકમાં કહ્યું.
પણ ગાઇડ એમીની વાત મહત્ત્વની હતી. એણે કહ્યું, ‘આપણે તરત જ નીકળવું જોઈએ, નહિ તો પછી જ્વાળામુખી જોવાનું ગુમાવશું.'
ક્ષણના પણ વિલંબ વિના અમે ગાડીમાં બેસી ગયા. જ્વાળામુખી ત૨ફ પ્રયાણ કર્યું. રસ્તો ચઢાણવાળો હતો. અંતર ઝાઝું નહોતું, પણ પહોંચવા આવ્યા ત્યારે પાંચ ઉપર પાંચ મિનિટ થઈ ગઈ હતી. આ વિસ્તારમાં પાંચ વાગ્યા પછી વાહનોના પ્રવેશની બંધી હતી. વાહનો અટકાવવા માટેનો રસ્તા વચ્ચેનો દાંડો પાડીને ચોકીદારે તાળું મારી દીધું હતું. એટલે અમારી ગાડી ઊભી રહી ગઈ. એવામાં પાસે જ ચોકીદાર ફરતો દેખાયો. ગાઇડે પોતાની ભાષામાં એને વાત કરી. વિદેશથી મહેમાનો આવ્યા છે અને ફરી અહીં આવવાના નથી. ફક્ત બેપાંચ મિનિટનું જ મોડું થયું છે, પરંતુ ચોકીદારની આનાકાની સકારણ હતી. ગરીબ દેશોમાં મહેરબાનીના બદલામાં મહેરબાનીની અપેક્ષા રહે જ. ગાઇડે આપેલી બક્ષિસથી તે રાજી થયો. દાંડો ઊંચો થઈ ગયો અને અમારી ગાડી જ્વાળામુખી સુધી પહોંચી ગઈ.
છ હજાર જેટલા ફૂટની ઊંચાઈએ આવેલા આ જ્વાળામુખી પર્વતનું નામ છે ‘ટાંકુબાન પરાહુ’ નામ કંઈક વિચિત્ર લાગે, પણ યથાર્થ છે. ‘ટાંકુબાન' એટલે ઊંધું Upside Down. ‘પરાહુ’ એટલે હોડી અથવા વહાણ. ટાંકુબાન પરાહુ એટલે ઊંધી વળી ગયેલી હોડી.
Jain Education International
એમીએ જ્વાળામુખીનો પરિચય આપ્યો. આ જ્વાળામુખી હજુ સક્રિય છે. ૧૯૬૯માં એ ફાટ્યો હતો ત્યારે દૂર દૂર સુધી લાલચોળ લાવારસ ઊડ્યો હતો અને ઘણું નુકસાન થયું હતું. અમે એક ઊંચી જગ્યાએથી વિશાળ ઊંડા દ્રોણ-(Crater)નાં દર્શન કર્યાં. કેવી એની કરાલ ભવ્યતા ! એમાં આછા લીલા રંગનું પાણી ભરેલું તળાવ હતું. આખો ખાડો ભરાઈ જાય તો જાણે મોટા સરોવર જેવું લાગે. એમીએ અમને
For Private & Personal Use Only
www.jainelibrary.org