________________
૩૯
બાજુંગનો જ્વાળામુખી-ટાંકુબાન પરાહુ દ્રોણની એક બાજુના પર્વતનાં શિખરનો આકાર નિહાળવા કહ્યું. પૂછ્યું કે, “કંઈ કલ્પના કે અનુમાન કરી શકો છો ?'
અમારી કલ્પના બહુ ચાલી નહિ એટલે એણે જ કહ્યું, “એમાં તમને કોઈ ઊંધી વળી ગયેલી મોટી હોડી જેવો આકાર દેખાય છે ?'
હા, હવે તમે કહ્યું એટલે બરાબર ઊંધી મોટી હોડી જેવો આકાર દેખાય છે.”
નીચે સરોવર અને એની ઉપર ઊંધી હોડી જેવો દેખાવ એટલે જ જવાળામુખીનું નામ પડ્યું, ‘ટાંકુબાન પરાહુ’ કેટલાક લોકો પ્રાહુ, બ્રાહુ, બરાહુ પણ બોલે છે.” આ જ્વાળામુખી વિશે – સરોવર અને હોડી વિશે એક રસિક પુરાણકથા જાવામાં છે.
“તો કહોને..'
અહીં ઊભાં ઊભાં એ કહેવામાં મજા નહિ આવે. ગાડીમાં હું તમને કહીશ, બાન્ડંગ છોડ્યા પછી.'
અમે ચાલ્યા બાડુંગ તરફ. જ્વાળામુખીનો અધિકૃત સરકારી વિસ્તાર પૂરો થતાં જ રસ્તાની એક બાજુએ ગરીબ લોકોનાં હારબંધ ઝૂપડાં જોયાં. સક્રિય જવાળામુખીના દ્રોણની બાજુમાં ઘર કરીને રહેવું એટલે કેટલું મોટું જોખમ ! પણ દુનિયામાં ઘણે સ્થળે ગરીબ લોકો ખસતાં ખસતાં આવા જોખમી સ્થળ સુધી પહોંચી જાય છે. જ્વાળામુખી કંઈ રોજ નથી ફાટતો. પચીસ, પચાસ કે સો વર્ષે ફાટે તો ફાટે. ફાટે ત્યારની વાત છે ને. આવા વિશ્વાસ સાથે તેઓ નિર્ભયપણે રહે છે.
હવે રરસ્તો નીચે ઊતરવા લાગ્યો. થોડી વારમાં અમે અઢી હજાર ફૂટની ઊંચાઈએ આવેલા બાડુંગ શહેરમાં પહોંચી ગયા. ડચ લોકોએ પશ્ચિમ જાવાના આ રળિયામણા શહેરને હવાખાવાના એક સ્થળ તરીકે વિકસાવ્યું હતું. એટલે જ “બાડુંગ એટલે જાવાનું પેરિસ', ‘બાડુંગ એટલે પુષ્પનગરી” જેવી લોકોક્તિ પ્રચલિત થયેલી છે. બાડુંગની હવા જ કંઈક જુદી છે. એ બે વાળામુખીની વચ્ચે આવેલું શહેર છે, પણ સલામત અંતરે. આ શહેરની નૈસર્ગિક રમણીયતા અને શીતળતાને કારણે જ ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણોએ ૧૯૫૫માં એશિયા અને આફ્રિકાનાં સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રોની પરિષદ બોલાવી હતી જેમાં આપણા જવાહરલાલ નેહરુએ મહત્ત્વની દોરવણી આપી હતી. અમે એ પરિષદના સ્થળે પહોંચ્યા. એ ભવનનું નામ છે “ગેદાંગ મરડેકા”. “મરડકા' એટલે સ્વાતંત્ર્ય અને “ગેદાંગ' એટલે ભવન. પરિષદના મહેમાનોના ઉતારા માટે સામે ત્યારે નવી હોટેલ બાંધવામાં આવી હતી “સેવોય હોમાન'. રસ્તાનું નામ પણ “એશિયા-આફ્રિકા રોડ' રાખવામાં આવ્યું છે. અમે આ બધું જોયું અને બાડુંગની પ્રખ્યાત જીન સ્ટ્રીટ પણ જોઈ. રાતના આઠેક વાગવા આવ્યા હતા. જાણે અમારા નગરદર્શનનો કાર્યક્રમ પૂરી થવાની રાહ જોતો હોય તેમ અમે ગાડીમાં બેઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org