________________
૪૦
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. વર્ષાસ્નાન કરતાં કરતાં અમારી ગાડીએ બાડુંગ છોડ્યું અને ગાઇડે ટાંકુબાન પરાહુની દંતકથા ચાલુ કરી :
અત્યંત પ્રાચીન સમયમાં આ પ્રદેશનો રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એ પોતાના ઘોડા ઉપર ઘૂમતો હતો ત્યાં દૂરથી મધુર ધ્વનિ સંભળાયો. કોઈ સ્ત્રીનો કંઠ હતો. રાજા એ દિશામાં ત્યાં પહોંચ્યો તો અપ્સરા જેવી એક યુવતી ગાઈ રહી હતી. રાજા એને મળ્યો અને વાતચીત કરી. યુવતીનું નામ દયાંગ. એને દેવોનું વરદાન હતું કે એનું રૂપ અને એનો કંઠ કાયમ એવાં જ રહે. રાજાને યુવતી ગમી ગઈ. પરણવાની વાત થઈ. યુવતીએ સંમતિ આપી એટલે રાજા એને પોતાના નગરમાં લઈ ગયો. દયાંગ હવે રાણી બની.'
પરંતુ દુર્ભાગ્યે થોડા વખતમાં જ એવી ઘટના બની કે રાજ્યમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો અને માણસો મરવા લાગ્યા. લોકોને વહેમ પડ્યો કે દયાંગના આવવાથી જ આમ થયું છે. તે અપશુકનિયાળ છે. કદાચ એણે જ રોગચાળો ફેલાવ્યો છે. લોકોના વિરોધનો વંટોળ મોટો થતાં રાજાને લાગ્યું કે દયાંગને જંગલમાં પાછી મૂકી આવું. દયાંગને વાત કરી. એણે કહ્યું, “ભલે, જેવી તમારી મરજી. પણ જંગલમાં મારો સમય પસાર થાય એ માટે કપડું, દોરી, સોય વગેરે આપો. હું બેઠી બેઠી સીવ્યા કરીશ.વળી વસ્તીમાં રહ્યા પછી હવે ત્યાં મને એકલતા લાગશે. કોઈને મોકલો કે જે મારી સાથે રહે અને મારી સંભાળ રાખે.' પણ જંગલમાં રહેવા કોણ જાય ? રાજાએ છેવટે પોતાનો એક પ્રિય કૂતરો એની સાથે મોકલ્યો.
દયાંગ જંગલમાં રહેવા લાગી અને કપડાં સીવવા લાગી. કૂતરો એની સંભાળ રાખતો. એક દિવસ કપડું સીવતાં પવનનો ઝપાટો આવ્યો અને દયાંગની સોય હાથમાંથી પડી ગઈ. તે બહુ મૂંઝાઈ ગઈ. ઘણી તપાસ કરી પણ સોય મળી નહિ. થોડા દિવસ થયા અને સોય મળી નહિ એટલે એક દિવસ એણે ઉચ્ચ સ્વરે જાહેર કર્યું કે જે કોઈ મારી સોય શોધી આપશે તેની સાથે હું લગ્ન કરીશ. પણ ત્યાં સોય શોધી આરનાર કોઈ હતું નહિ. એવામાં એક દિવસ કૂતરો સોય શોધીને પોતાના મોઢામાં લેતો આવ્યો અને દયાંગના હાથમાં મૂકી. દયાંગને સોય મળ્યાનો આનંદ હતો, પણ હવે પોતાના વચનનું શું? તે વચનબદ્ધ રહેવા ઇચ્છતી હતી. એટલે એણે કૂતરા સાથે લગ્ન કર્યા અને કૂતરાને પોતાના પતિની જેમ રાખવા લાગી.
કેટલાક વખત પછી દયાંગ કૂતરાથી સગર્ભા બની અને એણે એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ રાખ્યું મેંગ. પુત્ર પણ દયાંગ જેવો જ રૂપાળો અને તેજસ્વી હતો. દયાંગ, કૂતરો અને સેંગ સાથે રહેવા લાગ્યાં. એમ કરતાં સેંગ યુવાન થયો. તે રોજ કૂતરાને લઈને શિકાર કરવા જતો. એણે નિયમ લીધો કે રોજ એક શિકાર અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org