________________
૪૧
બાડુંગનો જ્વાળામુખી-ટાંગ્યુબાન પરા કરવો. એક દિવસ કોઈ શિકાર મળ્યો નહિ એટલે એણે પોતાના કૂતરાનો જ શિકાર
કર્યો.
સાંજે એ પાછો એકલો આવ્યો ત્યારે માએ પ્રશ્ન કર્યો, “કૂતરો ક્યાં ?' મેંગે ખુલાસો કર્યો કે પોતે પોતાનો નિયમ સાચવવા કૂતરાને મારી નાખ્યો છે. દયાંગને બહુ આઘાત લાગ્યો. એણે કહ્યું, “સેંગ, તે આ શું કર્યું ? આ કૂતરો તારો પિતા થાય. તેં તારા પિતાનો વધ કર્યો ?' બોલતાં બોલતાં દયાંગને ગુસ્સો ચડ્યો. એણે પાસે પડેલો, નારિયેળની અણીદાર કાચલીવાળો ચમચો સેંગના માથામાં એવો જોરથી ફટકાર્યો કે માથામાં ઊંડો ઘા પડ્યો અને લોહી નીકળ્યું. એણે સેંગને જંગલ છોડીને ચાલ્યા જવા કહ્યું. સેંગ ત્યાંથી ભાગી ગયો.
એમ કરતાં ઘણાં વર્ષો વહી ગયાં, સેંગને પણ એવું દેવી વરદાન મળ્યું કે એનું રૂપ એવું જ રહે અને દેવો એને સહાય કરે. એક દિવસ સેંગ ફરતો ફરતો દયાંગ રહેતી હતી તે બાજુ આવી ચડ્યો. બંને એકબીજાને ઓળખી શક્યા નહિ. અપ્સરા જેવી દયાંગને જોતાં જ તે એના પ્રેમમાં પડ્યો. લગ્ન કરવાની વાત કરી. દયાંગે સંમતિ આપી. એ વખતે સેંગ માથું ખંજવાળતો હતો. દયાંગે કહ્યું, “તારા માથામાં જૂ પડી છે. લાવ, તને માથું ઓળી આપું.” સેંગ માથું ઓળાવવા બેઠો. એ વખતે દયાંગે સેંગના માથામાં ઘાનો ખાડો જોયો, નારિયેળની કાચલી જેવો. તે વિચારે ચડી ગઈ. જુવાન માણસના મસ્તકમાં ઘાનો ખાડો કેમ ? ત્યાં એને યાદ આવ્યું કે આ તો પોતાનો જ દીકરો છે. દયાંગ સેંગને તરત કહ્યું, “સેંગ, આપણે લગ્ન નહિ કરી શકીએ. હું તારી મા છું. તું મારો દીકરો છે.'
સેંગે કહ્યું, “તે લગ્ન કરવાનું વચન આપ્યું અને તું ફરી જાય છે અને બહાનાં કાઢે છે. હું તારી સાથે લગ્ન કરીશ જ. આ મારો અફર નિર્ણય છે.” દયાંને જોયું કે સેંગ માનતો નથી, તે મક્કમ છે, એટલે એણે સેંગને કહ્યું, “ભલે સેંગ, હું તારી સાથે લગ્ન કરીશ, પણ એક શરતે. તું અહીં મને એક સરસ મોટું સરોવર કરાવી આપ અને એમાં આપણે સુખેથી રહી શકીએ એવી મોટી હોડી કરાવી આપ. તને દેવોની સહાય છે. પ્રભાતે કૂકડો બોલે તે પહેલાં બધું સંપૂર્ણ થઈ જવું જોઈએ.'
સેંગે શરત મંજૂર રાખી. અંધારું થાય પછી દેવો સહાય કરવા આવે અને પ્રભાત થતાં પહેલાં ચાલ્યા જાય. સેંગની સૂચના પ્રમાણે અંધારું થતાં દેવોએ કામ ચાલુ કર્યું. દયાંગને થયું કે કામ તો ઘણું મોટું છે, પણ જો તે પૂરું થાય તો વચન પ્રમાણે પોતાને દીકરા સાથે લગ્ન કરવા પડશે. એણે અડધી રાતે આસપાસના લોકોને ઉઠાડ્યા અને કહ્યું કે તમે ઘંટી દળવાનું ચાલુ કરો અને ઘણાં બધાં લાકડાં સળગાવો. લાકડાંના અગ્નિના ભડકાથી આકાશ લાલ થઈ ગયું. વળી ઘંટીનો અવાજ આવ્યો, એટલે કૂકડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org