________________
૪૨
પાસપૉર્ટની પાંખે – ભાગ ૩
બોલવા લાગ્યા. કૂકડાનો અવાજ સાંભળી, હવે અજવાળું થશે એમ માની દેવો અંતર્ધાન થઈ ગયા. સેંગનું હોડીનું કામ જરાક માટે અધૂરું રહી ગયું. એટલે સેંગ નિરાશ થઈ ગયો.
આ બાજુ દયાંગને થયું કે એ રખેને સેંગ કંઈ બળજબરી કરે તો ? એના કરતાં મરવું સારું. એમ વિચારી એણે સરોવરમાં પડતું મૂક્યું અને જળસમાધિ લીધી. એ જોઈ સેંગને પસ્તાવો થયો કે ‘અરેરે, મેં મારી માતા પ્રત્યે કેવી કુદૃષ્ટિ કરી. ધિક્કાર છે મને.’ એમ પશ્ચાત્તાપ કરતાં કરતાં સેંગે લાત મારીને હોડીને ઊંધી વાળી દીધી અને પોતે પણ સરોવરમાં ઝંપલાવ્યું અને જીવનનો અંત આણ્યો.
ગાઇડે કહ્યું, ‘આમ, જ્વાળામુખીના શિખરનો ઊંધી હોડી જેવો જે આકાર છે તેની પાછળ આવી દંતકથા રહેલી છે. એટલે જ્વાળામુખીનું નામ ટાંગ્ગુબાન પરા — ઊંધી હોડી એવું પડી ગયું છે.'
આખા દિવસનો થાક હતો, પણ ગાઇડે રસપૂર્વક કહેલી દંતકથાએ, હોટેલ ૫૨ પહોંચતાં રાતના સાડાબાર વાગ્યા તો પણ આંખનું મટકું મારવા દીધું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org