________________
સ્લોનું અવનવું
દુનિયાનાં કેટલાંક શાન્ત, સુંદર, સુખી શહેરોમાં નૉર્વેના પાટનગર ઑસ્તોને ગણાવી શકાય. યુરોપના દેશોમાં ઉત્તરે આવેલા નૉર્વેનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ છે. એનો ત્રીજો ભાગ ધ્રુવવર્તુળ(Arctic circle માં આવેલો છે. સખત ઠંડીના આ દેશમાં શિયાળામાં તો બરફમાં સાહસિક પ્રકારની વિવિધ રમતો રમવા ખડતલ શોખીનો નીકળી પડે. દર વર્ષે કેટલાયે ઘવાય, કોઈક મૃત્યુ પામે, પણ સાહસિકતાનો જુસ્સો ઓછો ન થાય.
નૉર્વે-સ્વીડનમાં ભૌગોલિક વિસ્તાર મોટો, પણ વસ્તી પાંખી. આશરે અડધા ચોરસ કિલોમીટરે એક માણસની સરેરાશ આવે. એથી શહેરો સિવાય અન્યત્ર ઘરો છૂટાંછવાયાં. પરિણામે લોકો એકાંતપ્રિય. આ એકાંતપ્રિયતા એકલતામાં પરિણમે ત્યારે માનસિક સમસ્યાઓ ઊભી થાય, ગુનાઓ થાય. એકંદરે પ્રજા બુદ્ધિશાળી, શાન્ત, સમજુ અને ડાહી, છતાં દુનિયામાં આપધાતનું સૌથી વધુ સરેરાશ પ્રમાણ આ દેશોમાં છે.
કેટલાક પ્રકારની ઘટનાઓ તો જગતમાં રોજેરોજ ક્યાંક ને ક્યાંક બનતી રહે છે, પરંતુ એ જ્યારે અમુક પ્રદેશમાં, અમુક પ્રજામાં બને ત્યારે તે આપણને નવાઈ પમાડે છે. એક વખત ઓસ્લોમાં અમે પૂરા ચોવીસ કલાક પણ નહોતા, પણ ત્યારે જે જોયું – અનુભવ્યું તે યાદ રહી જાય એવું હતું.
- અમે લંડનથી સ્લો થઈને ઉત્તર નૉર્વેની સફરે જઈ રહ્યા હતા. ઑસ્તોના નવા એરપોર્ટ પર ઊતરી સ્વયંસંચાલિત ટ્રેન દ્વારા શહેરમાં અમારી હોટેલમાં પહોંચી ગયા. થોડાં વર્ષોમાં આ દેશની સમૃદ્ધિમાં કેટલી વૃદ્ધિ થઈ છે તેની ઝાંખી કરાવવા એરપોર્ટ અને ટ્રેનનો અનુભવ પૂરતો હતો.
સાંજ પડવા આવી હતી, પણ ઉનાળાના દિવસો હતા એટલે અહીં જાણે હજુ બપોર હોય એવું લાગતું હતું. ઑસ્લોમાં ઉનાળામાં સૂર્યાસ્ત રાતના દસેક વાગ્યા પછી થાય. નૉર્વ- સ્વીડનની ઉત્તરે તો મધરાતે પણ સૂર્ય સામે નહિ, ઘડિયાળ સામે જોઈને ભોજન કરવા બેસવું પડે. અમારી હોટેલમાં શાકાહારી ભોજન અમને ખપે એવું નહોતું એટલે તપાસ કરીને બહાર એક રેસ્ટોરાંમાં જવાનું અમે વિચાર્યું. ટ્રામમાં બેસીને રેસ્ટોરાંની નજીક અમે ઊતર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org