________________
૪૪
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અમે ફૂટપાથ પર ચાલતાં ચાલતાં રેસ્ટોરાંની દિશામાં જઈ રહ્યા હતા, ત્યાં મારા મિત્રે કહ્યું, “ઊભા રહો, ત્યાં કંઈ ધમાલ લાગે છે. બે માણસો રેસ્ટોરાંના દરવાજામાંથી બરાડા પાડતા નીકળ્યા. કંઈક મારામારી થઈ છે એવું અમને લાગ્યું. અમે ત્યાં જ થંભી ગયા. બંને માણસોના પહેરવેશ પરથી લાગ્યું કે તેઓ રેસ્ટોરાંના જ વેઇટ૨ હશે !
થોડીક ક્ષણોમાં ચિત્ર કંઈક સ્પષ્ટ થયું. બે વેઇટરો વચ્ચે આ મારામારી નહોતી, પણ એક વેઇટર બરાડતો હતો અને બીજો એના હાથ પકડી એને અટકાવતો હતો અને સમજાવતો હતો. બરાડિયા વેઇટરને દારૂનો નશો ચડ્યો હશે એવું એના અવાજ પરથી લાગતું હતું. શરાબી નશામાં માણસ ઉગ્ન થાય ત્યારે એનો અવાજ બદલાઈ જાય છે. એવામાં એ વેઇટરે પોતાની ટોપી કાઢીને રેસ્ટોરાંના દરવાજા તરફ એનો ઘા કર્યો. એવામાં બીજા બે વેઇટરો બહાર આવ્યા અને પેલા વેઇટરને શાન્ત પાડવા ધમાચકડીમાં જોડાયા. પણ બરાડિયો વેઇટર ઊંચો, કદાવર અને જબરો હતો. એમાં વળી મદિરાપાનના મદથી ઘેરાયેલો હતો. સાથી વેઇટરોનો વારવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને એણે પોતાનું શર્ટ કાઢીને ફગાવી દીધું. પછી એણે પોતાનું પેન્ટ કાઢવાનું શરૂ કર્યું. એમાં ઝપાઝપી ઠીક ઠીક થઈ. દારૂડિયો વેઇટર એમાં પણ ફાવ્યો અને પેન્ટ કાઢીને એણે રેસ્ટોરાંના દરવાજામાં ફેંક્યું. તે સાવ નગ્ન થઈ ગયો. એના આ કૃત્ય પરથી અને વારંવાર રેસ્ટોરાં તરફ આંગળી કરીને પોતાની ભાષામાં એ જે રીતે બરાડતો હતો એના ઉપરથી એવો અર્થ નીકળતો હતો કે નથી કરવી મારે તમારી નોકરી. લઈ લ્યો આ તમારો ડ્રેસ પાછો.'
ત્રણે વેઇટરો ખસિયાણા પડી ગયા. પેન્ટ લાવીને એને ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ તે વ્યર્થ નીવડતો. એવામાં પોલીસની ગાડી આવી પહોંચી. બે પોલીસે નગ્ન વેઇટરને પોતાની ગાડીમાં ધકેલી દીધો અને એનો પહેરવેશ પણ અપાઈ ગયો. પોલીસની ગાડી ગઈ અને જાણે કશું બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. અમને આશ્ચર્ય એ થયું કે રાડારાડની આવી ઘટના બની, પણ જતા આવતા કોઈ પણ રાહદારી ત્યાં એકત્ર થયા નહિ. “તમાશાને તેડું ન હોય' એ કહેવત અહીં ખોટી પડી હતી, જાણે કે કોઈને કશી નિસ્બત જ નહિ. પ્રેક્ષકવર્ગમાં માત્ર અમે બે મિત્રો જ હતા. વસ્તુતઃ અમે ઘટના જોવા ગયા નહોતા, પણ અમારા માર્ગમાં તમાશો થતાં અમે ઊભા રહી ગયા હતા.
ચાલતાં ચાલતાં અમે વેઇટરોને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વેઇટ૨ વસ્તુત: રેસ્ટોરાંમાં ડિશ-વૉશિંગનું કામ કરે છે. થોડા વખત પહેલાં એ ડિશ-વૉશરની પત્ની એને છોડીને બીજા કોઈ સાથે પરણી ગઈ છે. ત્યારથી એને એકલતા સાલે છે. રોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org