________________
૪૫
સ્લોનું અવનવું દારૂ પીને કામ કરવા આવે છે. આજે વધારે પડતો ઢીંચીને આવ્યો હતો. એથી વ્યવસ્થાપકોએ એને ઠપકો આપ્યો. એટલે ભાઈસા'બ નોકરી છોડીને નીકળી ગયા, એનો ટૂંકો વૃત્તાન્ત સાંભળીને મને વિચાર આવ્યો કે આ સુખી દેશમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે! રહેઠાણ, વસ્ત્રો અને ખાવાનું સુખ હોય એથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવી જતો નથી. વળી વિચાર એ પણ આવ્યો કે બે માણસ ઝઘડતા હોય તો વચ્ચે પડીને તેમને છોડાવવા-સમજાવવાનું બંધુકૃત્ય કરવાનો વિચાર બધાને માન્ય નથી હોતો. જે દેશમાં પોલીસની કાર્યદક્ષ સેવા ત્વરિત હોય ત્યાં બીજાની સેવાની જરૂર નથી રહેતી.
પગથિયાં ચડીને અમે રેસ્ટોરાંમાં દાખલ થયા. અંદરનું વાતાવરણ યથાવત્ હતું. જે રેસ્ટોરાંમાં થોડી મિનિટ પહેલાં ધમાલ મચી ગઈ ત્યાં એ વિશે કોઈ કશી વાત કરતું નહોતું. સૌ પોતપોતાના કામમાં મગ્ન હતા. અનિષ્ટ ઘટનાનાં કોઈ સ્પંદનો નહોતાં.
વિશાળ પ્રવેશદ્વારમાં ઊભેલી વેઇટ્રેસે અમારું સમિત સ્વાગત કર્યું અને એક ટેબલ અમને બતાવી ગઈ. અમે ટેબલની આસપાસ ગોઠવાયા. એક વેઇટર આવીને અમારી શાકાહારી વાનગીનો ઑર્ડર લઈ ગયો. ઑસ્લોમાં ઉનાળામાં પણ આપણને ઠંડી લાગે. એમાં અચાનક હવામાન બદલાઈ જાય તો ઠંડી વધી જાય. એટલે અમે સ્વેટર અને ટોપી પહેરી લીધાં હતાં. અમે ટોપી કાઢીને બાજુની ખાલી ખુરશીમાં મૂકી. અમારા બગલથેલા પણ મૂક્યા. એટલામાં વેઇટ્રેસે આવીને કહ્યું, “સર, તમારી ટોપી અહીં મૂકી છે, પણ તમને વાંધો ન હોય તો હું બહાર કાઉન્ટર પર મૂકી આવું?”
ના બહેન, પછી લેવાનું ભુલાઈ જાય કે બદલાઈ જાય.'
“ના, એવું નહિ થાય, સર ! તમને બિલ્લો (ટોકન) આપશે એટલે બદલાશે નહિ.”
ભલે, જેવી તમારી મરજી.'
અમારી બંનેની ટોપી લેવાઈ ગઈ અને બિલ્લા આવી ગયા. વેઇટ્રેસે પાછું કહ્યું, સર, આ તમારી બૅગ (થેલો) પણ ત્યાં જ રખાવી દોને. લાવો તમારા બિલ્લા. એ જ બિલ્લામાં રાખશે એટલે કશી ચિંતા નહિ.”
અમારા બગલથેલા લેવાઈ ગયા અને કાઉન્ટરમાં અપાઈ ગયા. અમારું ભોજન આવી ગયું. અમે શરૂ કરીએ તે પહેલાં વેઇટ્રેસે આવીને કહ્યું, “આ સ્વેટર પહેરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org