________________
૪૬
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ તમને જમવાનું ફાવશે ? ગરમી નથી લાગતી ? લાવો હું કાઉન્ટર પર મૂકી આવું. ચોળાઈ નહિ જાય. હંગરમાં ભરાવીને રાખશે.'
અમે સ્વેટર ઉતારીને આપી દીધાં. ફરી બિલ્લાની એક જાવન-આવન થઈ. અમને વેઇટ્રેસ બહુ વિનયી લાગી. અમને થયું કે ઘરાકની સગવડ માટે આ લોકો કેટલું બધું ધ્યાન આપે છે ! ખરેખર, આ લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે !
ભોજન પૂરું થયું. તે મોંઘું પણ અમારે માટે યોગ્ય અને સંતોષકારક હતું. બિલ આવવાની રાહ જોતા હતા ત્યાં મિત્ર કહે, “ત્યાં સુધીમાં હું બાથરૂમ જઈ આવું.” તેઓ ગયા અને તરત પાછા આવ્યા. મેં પૂછુયું, “કેમ તરત પાછા ? લાઇન લાગી છે ?'
“ના, પણ એના પૈસા આપવા પડે (કોઇન નાખવા પડે) એમ છે. એટલે માંડી વાળ્યું. આપણે દસેક મિનિટમાં તો હોટેલ પર પહોંચી જઈશું, પછી વગર કારણે પૈસા શું ખર્ચવા ?'
મિત્રની વાત સાચી હતી. યુરોપના કેટલાક દેશોમાં શૌચાલયોમાં પૈસા આપવા પડે છે. જ્યાં જીવનનિર્વાહનું ધોરણ ઊંચું હોય અને નિભાવ ખર્ચ વધુ હોય ત્યાં આવકના આવા રસ્તા શોધવા પડે.
- બિલ ચૂકવાઈ ગયું. વેઇટર અને વેઇટ્રેસ બંનેને અમે ટિપ આપી, વિનયશીલ વેઇટ્રેસને વધુ. વેઇટ્રેસે સસ્મિત આભાર માન્યો, દરવાજા સુધી મૂકવા આવી અને અમારી વસ્તુઓ લેવાનું ભૂલીએ નહિ તેની યાદ અપાવી.
બહાર નીકળતાં પ્રવેશદ્વાર પાસેના ખાંચામાં ચીજવસ્તુઓ અનામત રાખવાનો કાઉન્ટર હતો. ત્યાં અમે અમારા બિલ્લા આપ્યા. ત્યાં ફરજ પર બેઠેલી યુવતીએ કહ્યું, આના તમારે કોનર (નૉર્વેનું ચલણ) આપવાના છે.'
ક્રોનર ? અમે તો સમજ્યા કે આનો કશો ચાર્જ નહિ હોય.'
નહિ સર, અમારો નિયમ છે. ત્યાં જુઓ !! યુવતીએ સામે દીવાલ પર ટાંગેલું બૉર્ડ બતાવ્યું. એમાં મોટા અક્ષરે સ્પષ્ટ લખ્યું હતું. વળી ચાર્જ પણ તંગદીઠ હતો. અમારે ક્રોનર આપવા પડ્યા. અમારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ‘વેઇટ્રેસનો વિનય આપણને બહુ મોંઘો પડ્યો !'
દુનિયામાં કેટલુંક અર્થતંત્ર માણસની જાણકારીના અભાવ ઉપર નભે છે.
હોટેલ પર આવીને આખા દિવસના અનુભવોની વાતો વાગોળતા અમે નિદ્રાધીન થયા.
બીજે દિવસે સવારે એરપોર્ટ જવા અમે નીકળ્યા. ઉત્તર નૉર્વેમાં સરખું ખાવાનું મળે કે ન મળે એટલે થોડીક વાનગીઓ, ફળ, સૂકો મેવો વગેરે ખરીદવા રસ્તામાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org