________________
૧૩ ૭.
સ્લોનું અવનવું
૪૭ મોટી દુકાન પાસે ગાડી ઊભી રખાવી. દુકાન ખાસ્સી મોટી હતી અને ભાતભાતની ચીજવસ્તુઓ મળતી હતી, પણ તે ચલાવવા માટે એક જ યુવાન હતો. દરવાજામાં પ્રવેશતાં સામે જ એનો કાઉન્ટર હતો – દુકાન એની માલિકીની હોય એમ જણાયું.
અમારી સાથે જ ખભે હેવરસેકવાળો એક યુવાન દાખલ થયો. લાંબા ભૂખરા વાળ અને ભરાવદાર દાઢીમૂછ પરથી જાણે તે કોઈ કલાકાર હોય એવું લાગ્યું. અમારી સાથે તે પણ વસ્તુઓ જોવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે અમારી સામે નજર કરી લેતો હતો. અમારા ભારતીય ચહેરા, ખભે બગલથેલા, અમારી ગુજરાતી ભાષા વગેરેને કારણે સ્થાનિક લોકોને કૌતુક થાય એ સ્વાભાવિક છે.
અમે વસ્તુઓ પસંદ કરી કાઉન્ટર પર પહોંચ્યા. દુકાનદાર એક પછી એક વસ્તુના ભાવ મશીનમાં દાખલ કરતો જાય, પણ વચ્ચે વચ્ચે ઊંચે જોતો જાય, જાણે કે વિચારે ન ચડી જતો હોય ! અમને થયું કે વસ્તુની કિંમતમાં કંઈ ભૂલ હશે ? કે મશીનમાં કંઈ ગરબડ હશે ? વારંવાર વિચારે પડી જતાં અમારે કહેવું પડ્યું, “ભાઈ, જરા ઉતાવળ કરો, અમારે એરપોર્ટ પહોંચવાનું છે.'
પણ ઉતાવળ કરવાને બદલે, હિસાબ ગણવાનું પડતું મૂકીને એ તો કાઉન્ટરની બહાર નીકળી અમારી પાસે આવીને ઊભો અને વાતોએ વળગ્યો. એવામાં પેલો કલાકાર ઘરાક બહાર જતો હતો તેને એણે ઊભો રાખ્યો અને પોતાની ભાષામાં કંઈક કહ્યું. એને કાઉન્ટરની અંદર લઈ જઈ પોતાની બાજુમાં બેસાડ્યો. એ યુવાન દુકાનદારની સૂચના પ્રમાણે ચૂપચાપ ત્યાં બેસી ગયો.
દુકાનદારે વિલંબ માટે અમારી માફી માગી. એણે પોતાનો ડાબો હાથ લંબાવી ભીંતમાં એક બટન દબાવ્યું. પછી ફટાફટ અમારો હિસાબ કર્યો એટલે અમે નાણાં ચૂકવ્યાં. એવામાં બે માણસ અમારી પાછળ આવીને ઊભા રહ્યા. અમે પાછું વળીને જોયું તો પહેરવેશ પરથી તે પોલીસ લાગ્યા. દુકાનદાર સાથે વાતચીત કરીને પોલીસે પેલા યુવાનને અટકમાં લીધો. એણે દુકાનમાંથી ચોરી કરી હતી. એની હેવરસેકમાંથી ચોરેલી વસ્તુ નીકળી. યુવાને કશી આનાકાની કરી નહિ કે બચાવ કર્યો નહિ. વસ્તુત: તે એક શબ્દ પણ બોલ્યો નહિ. પોલીસે એને પોતાના વાહનમાં બેસાડ્યો. અને તેઓ ચાલ્યા ગયા.
આ બધું ચારપાંચ મિનિટમાં બની ગયું. દુકાનદારે અમારી ક્ષમા માગી. હિસાબ કરતી વખતે તે ઊંચે પોતાના કેમેરામાં જોતો હતો. ચોરી કરતાં યુવાન પકડાયો એટલે એણે પોલીસનું બટન દબાવ્યું અને બે મિનિટમાં પોલીસ આવી પહોંચી.
ઘટના ચોરીની અને ચોરને પકડી જવાની બની, પણ ન કોઈ બૂમાબૂમ, ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org