________________
૪૮
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કોઈ ભાગાભાગ, ન કોઈ ઇન્કાર-પ્રતિકાર, ન કોઈ ઝપાઝપી. જાણે કશું બન્યું જ નથી એમ કામકાજ ફરી ચાલુ થઈ ગયું. અમે દુકાનદારને પૂછયું, “તમારો દેશ આટલો બધો સુખી છે, તો પણ ચોરી કેમ થાય છે ?' એણે કહ્યું, “આવા કિસ્સા જવલ્લે જ બને, પણ બને છે ખરા. કેટલાક માણસોને કામ કરવું ગમતું નથી. ચોરીથી ગુજરાન ચલાવે. કેટલાકને ચોરીની આદત પડી જાય છે, જેલમાંથી છૂટીને પાછા ચોરી જ કરે. કેટલાક એકલવાયા જીવનને લીધે માનસિક રોગવાળા થઈ જાય છે અને ચોરી કરી બેસે છે. દરેક કિસ્સાની તપાસમાં કંઈ જુદો જ નિષ્કર્ષ આવે.”
સમૃદ્ધ દેશોને પણ પોતાની સમસ્યાઓ હોય છે ! અમે સમયસર એરપોર્ટ પહોંચી ગયા. ઓસ્લોની ઘટનાઓએ અમને સારું વિચારભાથું પૂરું પાડ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org