________________
બુજુબુરા
- સ્થાનિક ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચેની હિંસક અથડામણો ઠેઠ પ્રાચીન કાળથી થતી આવી છે. એને રોકનાર કોઈ સબળ સત્તા ન હોય તો દીર્ઘકાળ કલેઆમની પરંપરા ચાલે છે અને ભારે નરસંહાર થાય છે. એમાં જય-પરાજય જેવું ઓછું હોય છે. બંને જાતિઓ છેવટે થાકીને જંપી જાય છે. વખતોવખત આવી યાદવાસ્થળીઓ ક્યાંક ને ક્યાંક થતી રહે છે.
વર્તમાન કાળમાં આવી એક યાદવાસ્થળી મધ્ય આફ્રિકાનાં રવાન્ડા અને બુરુંડી રાજ્યની બે આનુવંશિક જાતિઓ વચ્ચે ચાલી અને પાંચેક વર્ષમાં પાંચ લાખથી વધુ માણસોની કલેઆમ થઈ. તેમની આશરે પાંચ ટકા જેટલી વસ્તી ઓછી થઈ ગઈ. આ બે જાતિઓ તે વાસુસી (અથવા તુસી/કે તુત્રી) અને વાહુત (અથવા હુ0). ત્યાં બાટવા નામની ઢિંગુજીની જાતિ પણ છે, પરંતુ વૈમનસ્ય તુસી અને હુતુ લોકો વચ્ચે છે. તુસી લોકો કાળા, ઊંચા અને બુદ્ધિશાળી છે. હુતુ લોકો કાળા, ઠિંગણા અને સાધારણ બુદ્ધિશક્તિવાળા છે. તુસી લોકો હોશિયાર, શ્રીમંત અને વેપારધંધામાં આગળ વધેલા છે. રાજકારણમાં તેઓ સક્રિય છે. હુતુ લોકો ગરીબ છે, ખેતી કરે છે અને ગાય-ઘેટાં ઉછેરે છે. આપણને પ્રથમ દૃષ્ટિએ બંને જાતિના લોકો સરખા લાગે, પણ કોઈક એમની શારીરિક લાક્ષણિકતાઓનો પરિચય કરાવે તો મહાવરાથી આપણે ઓળખી શકીએ કે અમુક માણસ તુસી છે કે હુતુ. તેઓમાંના કેટલાક પોતાનો આદિવાસી ધર્મ પાળે છે. કેટલાક ઇસ્લામ ધર્મના અનુયાયી છે અને ખ્રિસ્તી મિશનરીઓના ધર્મપ્રચાર પછી ઘણા ખ્રિસ્તી થઈ ગયા છે. અલબત્ત, તેઓના લોકનૃત્યો, રીતરિવાજ ઇત્યાદિ સરખાં જ રહ્યાં છે.
રવાન્ડા અને બુરુંડીમાં આશરે સિત્તેર ટકા લોકો સુત છે, પરંતુ વેપાર-ઉદ્યોગ, રાજ્યવહીવટ વગેરેમાં વર્ચસ્વ તુસી લોકોનું છે. હુતુ લોકો ઠંડા છે, પણ વીફરે ત્યારે અત્યંત નિર્દય બની શકે છે. કેટલાક વખત પહેલાં બુરુંડીમાં ચૂંટણીમાં જીતીને પ્રમુખ થનાર હુત નેતાનું કોઈક તુસીએ ખૂન કર્યું ત્યારે ઝનૂને ભરાયેલા હતુ લોકોએ પાંચ છ દિવસમાં પચાસ હજાર તુસી લોકોને મારી નાખ્યા હતા.
બુરુંડી એની કૉફી માટે જગતમાં સુવિખ્યાત છે, પણ નરસંહાર માટે તે એટલું જ કુખ્યાત છે. બંને જાતિની આ સંહારની લીલામાં બીજો એક વિચાર પણ દઢ થયેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org