________________
૫૦
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ છે કે, “મારી નાખવાની તક ન મળે તો માણસને જીવનભર દુ:ખી કરી નાખો, એના એક અથવા બંને પગ કાપી નાખો.” વળી, પોતાના વિસ્તારમાં દુશ્મનોને આવતા રોકવા માટે તેમણે ઠેર ઠેર જમીનમાં સુરંગો ગોઠવેલી છે. આ સુરંગો(Land mines)ને કારણે હજારો લોકો જખી થયા છે અને પોતાના પગ ગુમાવ્યા છે. બુરુંડીમાં પગે અપંગ હોય એવા એક લાખથી વધુ માણસો છે.
તુસી અને હુતુ લોકોની આ સંહારલીલા અટકાવવા માટે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ દરમિયાનગીરી કરીને, બંને જાતિના નેતાઓને સમજાવીને સુલેહ કરાવી છે અને શાંતિ-સંરક્ષણ માટે પોતાના આફ્રિકન સૈનિકો આપ્યા છે. ત્યારથી આ આંતરવિગ્રહ ઠંડો પડ્યો છે, પણ અચાનક ક્યારેક નાનું મોટું છમકલું થતું રહે છે.
અમારે બુરુંડી(જૂનું નામ ઉડી)ના પાટનગર બુજુસ્કુરા (જુનું નામ ઉજુબુરા) જવું હતું, પરંતુ જ્યાં સુધી સ્થાનિક પરિચિત વ્યક્તિ તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ત્યાં જવું સલામતીભર્યું ન ગણાય. અમારા મિત્ર, ભારતના નાગરિક, બે દાયકાથી ત્યાં જઈને વસેલા દવાના વેપારી, રોટેરિયન રોનાલ્ડ રસ્કિના તરફથી સંમતિ મળતાં અમે બુજુબુરા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. મારા મિત્રો રોટેરિયનો મહેન્દ્રભાઈ મહેતા અને મનુભાઈ સંઘરાજકાએ, પોતાના ટ્રસ્ટ હેલ્પ હૅન્ડિકંપ ઇન્ટરનૅશનલ'ના ઉપક્રમે, અમેરિકા, કેનેડા, મુંબઈ અને બુજુબુરાની રોટરી ક્લબના સહયોગથી, બુરુંડીના વિકલાંગ માણસોને મફત “જયપુર ફૂટ' બેસાડી આપવા તથા અન્ય સાધનો આપવા બુજુબુરામાં માનવતાભર્યું કાર્ય ઉપાડ્યું છે અને ત્યાં તે માટે એક તાલીમકેન્દ્ર પણ સ્થાપ્યું છે. એની પ્રવૃત્તિઓ નજરે નિહાળવાની અમારી ભાવના હતી.
અમે મુંબઈથી વિમાનમાં નીકળી નાઇરોબી થઈને બુજુબુરા પહોંચ્યા. ભાઈ રોનાલ્ડ એરપોર્ટ પર તેડવા આવ્યા હતા. એમની ઓળખાણ અને સુવાસ એટલી બધી કે એરપોર્ટનો એક ઑફિસર અમને દોરીને ગાડીમાં બેસાડી ગયો અને એક અમારા પાસપૉર્ટમાં સિક્કા મરાવી આવ્યો.
- રોનાલ્ડની સાથે એમના બંગલે જવા અમે એરપોર્ટથી રવાના થયા. બુરુંડી પછાત દેશ છે, પણ એની ધરતી રસાળ છે. અહીંના હવામાનમાં આવકારની ઉષ્મા છે. અહીંની ધરતી પર પગ મૂકતાં જાણે આપણી માતૃભૂમિ ગુજરાતમાં હોઈએ એવો અનુભવ થયો. ગુજરાતના કોઈ માણસને કહ્યા વગર અચાનક આ ધરતી પર ફરતો મૂકવામાં આવે અને તે સમયે આફ્રિકાના કાળા લોકો ક્યાંય દેખાતા ન હોય તો એને એમ જ લાગે કે પોતે ગુજરાતની ધરતી પર ફરી રહ્યો છે. અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડની વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પૂજાય છે. કેસરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org