________________
પ૧
-
-
-
બુજુબુરા પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. સૂર્યકિરણો ઝીલીને તુલસી પ્રફુલ્લિત બની છે. કરેણ અને ચંપો ફૂલ ખેરવે છે. તાડ અને નારિયેળી ઊંચાઈ માટે સ્પર્ધા કરી રહ્યાં છે. થોર અને પપૈયા શાખા પ્રસરાવી રહ્યાં છે. કેળ પર કેળાંની લૂમો લટકી રહી છે. બારમાસીનાં ફૂલ વાયુ સાથે રમી રહ્યાં છે. અહીં સ્વચ્છ આકાશમાંથી રેલાતો તડકો અને ધરતીની ગરમ ધૂળ પણ જાણે અમને ગુજરાતનો જ અમને અનુભવ કરાવતાં હતાં.
રોનાલ્ડના બંગલે પહોંચી, ભોજન અને આરામ પછી અમે બુજુબુરામાં ફરવા નીકળ્યા. આફ્રિકાના અન્ય પ્રદેશોની જેમ અહીં પણ ગરીબી અને બેકારી ઘણી છે. કામ વગરના લાચાર માણસોને આમથી તેમ આંટા મારતા કે ક્યાંક ટોળે વળીને ઊભેલા કે નવરા બેસી રહેલા જોઈને કરુણા ઊપજે છે. બુજુબુરાની વસ્તી હાલ ચાર લાખ જેટલી છે અને સમસ્ત બુરુંડી રાજ્યની વસ્તી સાઠ લાખ જેટલી છે. લોકોની ભાષા કુરુંડી છે, પણ સ્વાહિલી બધા જ જાણે છે. યુરોપિયનોના શાસન અને વસવાટના પ્રભાવે અહીં ફ્રેન્ચ ભાષા બધા બોલે છે અને સમજે છે. અહીં ભારતીય લોકોના સહવાસને લીધે થોડાંક સુશિક્ષિતો અંગ્રેજી ભાષા પણ સમજે છે.
બુજુબુરાની ભૌગોલિક સ્થિતિ લાક્ષણિક છે. ટાંગાનિકા નામના સરોવરને કિનારે આવેલું એ રળિયામણું બંદર છે. ફળદ્રુપ જમીનને કારણે કોફી, તમાકુ, કપાસ, વગેરેની ખેતી સારી થાય છે. અહીં જમીન સપાટ છે. બીજે છેડે નાના ડુંગરો છે. વાતાવરણ આંખને ઠારે એવું હરિયાળું છે. વરસાદની મોસમ વરસમાં બે વાર હોય છે.
બસો વર્ષ પહેલાં ગોરા ખ્રિસ્તી ધર્મપ્રચારકો અને જર્મન સૈનિકો આ વિસ્તારમાં આવ્યા તે પહેલાં પણ બુજુર્બારા વેપારધંધાથી ધમધમતું બંદર હતું. આફ્રિકાના બીજા નંબરના સરોવર ટાંગાનિકાના કિનારે ટાંઝાનિયા, ઝાંબિયા, કાઁગો, રવાન્ડા અને બુરુંડીનાં રાજ્યો વસેલાં છે. મધ્યકાળમાં જળમાર્ગે વ્યવહાર વધુ ચાલતો અને બંદરો વિકસતાં રહેતાં. બુજુસ્કુરા અને પાસે આવેલ ઉજીજી બંદરનો વિકાસ એ રીતે થયેલો. ત્યારે અહીં વેચવાની એક મહત્ત્વની સામગ્રી કઈ હતી તે જાણો છો ? એ હતી ગુલામો. અહીં ગુલામોનું મોટું બજાર ભરાતું. ત્યારે નાણાંનું ચલણ આવ્યું નહોતું. ચીજ-વસ્તુઓની અદલાબદલી (Barter system) થતી. એક ગુલામ ખરીદવો હોય તો બદલામાં હાથીદાંત, મીઠું, માછલી, ગાયઘેટાં, અનાજ કે તેલ આપવાં પડતાં. ત્યારે આરબ મુસલમાન વેપારીઓનું અહીં બહુ જોર હતું. સરોવરમાં બંદરો વચ્ચે વહાણો દ્વારા અવરજવર ચાલુ રહેતી, એટલે બંદરોની વસતિમાં પચરંગીપણું હતું. અહીં રુંડી, વરા, ગોની, બાવરી, ન્યાસા, હાયા, સુકમા, યાઓ, કોર્ડ ઇત્યાદિ પંદરેક જુદી જુદી જાતિના લોકો આવીને વસ્યા હતા. એકલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org