________________
પર
પાસપોર્ટની પાંખે – ભાગ ૩ અપરિણીત યુવાનો વેપારાર્થે આવતા અને વખત જતાં સ્થાનિક કન્યા સાથે લગ્ન કરીને અહીં જ વસવાટ કરતા.
બુજુબુરાનું ઐતિહાસિક મહત્વ પણ છે, કારણ કે જે ખ્રિસ્તી ધર્મપ્રચારકો (મિશનરીઓ) આ પ્રદેશમાં આવ્યા તેમાંના એક હતા સુપ્રસિદ્ધ સાહસિક શોધસફરી ડેવિડ લિવિંસ્ટન (૧૮૧૩–૧૮૭૩). તેઓ સ્કૉટલૅન્ડના વતની હતા. વિદ્યાભ્યાસ કરી તેઓ દાક્તર થયા હતા, પરંતુ તબીબી વ્યવસાય છોડીને તેઓ ચર્ચમાં મિશનરી થવા માટે જોડાઈ ગયા હતા. તેમની ઇચ્છા ચીન જવાની હતી, પરંતુ ઉપરીઓએ તેમને ધર્મપ્રચાર માટે મધ્ય આફ્રિકામાં મોકલ્યા હતા. તેમનો જીવ સાહસિક પ્રવાસીનો હતો. તેમણે આ પ્રદેશોમાં ઘણી શોધખોળ કરી પોતાના અહેવાલો લખ્યા હતા. પોતાના માયાળુ સ્વભાવને લીધે તેઓ આફ્રિકનોમાં લોકપ્રિય થઈ ગયા હતા. સ્થાનિક ભાષા તેઓ બોલતા. અનેક લોકોને એમણે ખ્રિસ્તી બનાવ્યા હતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. પછીથી ચર્ચ સાથે એમનો પત્રવ્યવહારનો સંપર્ક છૂટી ગયો હતો. એટલે ચર્ચને ચિંતા થઈ કે લિવિંસ્ટન ક્યાં છે અને જીવે છે કે નહિ. હેન્રી સ્ટેન્લી નામના પત્રકાર એમની ભાળ મેળવવા આફ્રિકા આવી પહોંચ્યા. તેમણે લિવિંસ્ટનને બુજુસ્કુરા પાસે ઉજીજીમાં શોધી કાઢ્યા. બંને બુજુસ્કુરા આવીને સાથે રહ્યા હતા અને ટાંગાનિકા સરોવરમાં સાથે સફર કરી હતી. સ્ટેન્લી પાછા ફર્યા અને લિવિંસ્ટને આફ્રિકામાં જ દેહ છોડ્યો હતો.
ગોરા પાદરીઓની જેમ જર્મન સૈનિકો આ પ્રદેશમાં આવ્યા અને તેમણે રાજ્યસત્તા જમાવી. તેમણે “જર્મન ઈસ્ટ આફ્રિકા' નામના રાજ્યની સ્થાપના કરી. લગભગ સો વર્ષ તેમણે રવાન્ડા-ઉસ્ડી પર રાજ્ય કર્યું. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજ્ય થતાં લીગ ઑફ નેશન્સ બાજુમાં કૉંગોમાં રાજ્ય કરતા ફ્રાન્સ અને બેલ્જિયમને આ નાનાં રાજ્યોનું રખેવાળું સોંપ્યું. એટલે રુવાડા-ઉર્ડીની સત્તાવાર ભાષા ફ્રેન્ચ થઈ અને ચલણ “ફાક'નું ચાલુ થયું. ૧૯૬૨માં રુવાન્ડા-ઉસ્ડી બે અલગ અલગ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર-રવાન્ડા અને બુરુંડી થયાં, સ્વતંત્રતા મળી, પણ ગરીબી અને ભૂખમરો એવાં જ રહ્યાં, એમાં વળી જાતિવિગ્રહે બંનેને પાયમાલ કરી નાખ્યાં.
બુરુંડી-બુજુબુરામાં લોકો ગરીબ છે એટલું જ નહિ, માનસિક રીતે પછાત પણ છે. એનો દાખલો આપતાં રોનાલ્ટે કહ્યું, “મારી દુકાને લોકો દવા લેવા આવે છે. યુરોપ-અમેરિકાની દવા અમે વેચીએ છીએ. એક વખત અમે એ જ દવાઓ ભારતથી મગાવી, પરંતુ લોકો દવાનાં ખોખાંનાં કદ અને એનો રંગ જોઈને દવા લે. સુશિક્ષિત લોકને દવા વિશે સમજાવીએ અને વંચાવીએ. એને ખાતરી થાય, તો પણ ચાર ગણી મોંઘી યુરોપની દવા જ ખરીદે, પણ ભારતની દવાને અડે નહિ.' વળી રોનાલ્ટે કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org