________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
૨૨
‘જોશે તો ખરીદશે’ની નીતિ અનુસા૨ આવાં પ્રકારનાં પ્રવેશદ્વા૨ો દુનિયામાં વધતાં
ચાલ્યાં છે.
અમે બધા સ્ટીમરમાં ગોઠવાયા. બીજા ઘણા પ્રવાસીઓ પણ હતા. બરાબર દસ વાગે સ્ટીમરનું ભૂંગળું વાગ્યું. સ્ટીમર એવી ધીમેથી સરકી કે બહાર નજર કરીએ તો જ ખબર પડે કે સ્ટીમર ઊપડી છે. ડગ્લાસથી એગિનકોર્ટનો જલમાર્ગ દોઢ કલાકનો હતો. સ્ટીમરમાં યથેચ્છ બેસવાનું હતું, પરંતુ એક જ જગ્યાએ બેસી રહેવા કરતાં ઉ૫૨નીચે અને આગળપાછળ હરવા-ફ૨વાથી સમુદ્રમાં દશ્યવૈવિધ્ય માણવા મળતું હતું. વાયુ મંદ હતો એટલે સ્ટીમર સ્વસ્થતાપૂર્વક એકસરખી ગતિ કરતી હતી. નિરભ્ર આકાશમાં સૂર્ય ઉપર ચડી રહ્યો હતો એટલે ડેક ઉપરનો તડકો અસહિષ્ણુ પ્રવાસીઓને છાંયડામાં ધકેલતો હતો. સમય થતાં ચા-કૉફી અને અન્ય પીણાં ચાલુ થયાં. માઇક ઉપર બેરિયર રીફની માહિતી અને અન્ય સૂચનાઓ અપાવા લાગી. થોડી વાર પછી જહાજે પ્રવાલદ્વીપ સમૂહના વિસ્તારમાં પ્રવેશ કર્યો. હવે જહાજે સાવધ રહેવાની જરૂર હતી; કારણ કે બહારથી તો સમુદ્રની સપાટી ચારેબાજુ એકસરખી દેખાતી હતી. દ્વીપો તો પાણીની નીચે હતા. પરંતુ જહાજ પોતે જો સાચવે નહિ તો કોઈક ખડક સાથે ભટકાઈ પડે. ડગ્લાસથી એગિનકોર્ટનો સીધો માર્ગ તો ટૂંકો હતો, પણ સુનિશ્ચિત કરેલા સલામત માર્ગે ગતિ ક૨વા માટે જહાજે વળાંક લેવો જરૂરી હતો.
અમારી મંડળીમાં આનંદોલ્લાસ પ્રવર્તતો હતો. કોઈ ગાતા હતા, કોઈ ૨મતા હતા, કોઈ ફોટા પાડતા હતા, કોઈ પ્રાકૃતિક દશ્યો નિહાળતા હતા. એક નવા અનોખા સ્થળે જવાનો અને જોવાનો ઉત્સુકતાભર્યો ભાવ સૌના ચહેરા ઉપર તરવરતો હતો. બરાબર સાડાઅગિયાર વાગે અમારી સ્ટીમર એગિનકોર્ટ પહોંચી. કોઈ ડૉકમાં ઊતરતા હોઈએ એવો અનુભવ હતો. ત્રણ વાગ્યા સુધીનું રોકાણ હતું. દરમિયાન શું શું કરવું તે અંગેની સૂચનાઓ અપાઈ.
અમારામાંના કેટલાક પાણીમાં તરવા પડ્યા. કેટલાકે સ્કૂબા ડાઇવિંગ કર્યું. એ માટેનાં સાધનો અહીં ભાડે મળતાં હતાં. સ્કૂબા ડાઇવિંગ માટે દરિયામાં સરહદ બાંધી દીધી હતી. વળી રક્ષકો પણ નિરીક્ષણ કરતા. આવડતું હોય અને હિંમત હોય તો મહોરું પહેરીને પાણીમાં નીચે ડૂબકી મારીને, સપાટીની ઉપર રહેતી લાંબી નળી દ્વારા હવા લઈને, લાંબા સમય સુધી પાણીની નીચે રમવું અને અવલોકન કરવું એ એક શોખની રમત છે. પ્રાણવાયુની ટાંકી સાથે પણ ડૂબકી મારી શકાય છે; સ્નોરકેલિંગ કરાય છે.
અહીં એક બાજુ ઑબ્ઝરવેટરી કરવામાં આવી છે. કેટલાંક પગથિયાં ઊતરીને નીચે જઈએ એટલે સમુદ્રની સપાટીથી નીચેનો ભાગ આવે. ત્યાં પારદર્શક કાચવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org