________________
૨૩
ગ્રેટ બેરિયર રીફ બારીઓ રાખવામાં આવી છે જેમાંથી પાણીમાં સપાટી નીચે તરતી માછલીઓ, પરવાળાં વગેરે જોવા મળે. સ્કૂબા ડાઇવિંગ કરનાર કોઈ માણસ નજીક આવે તો તે પણ દેખાય.
પરવાળાંવાળા ખડકો જ્યાં હોય ત્યાં પાણી સામાન્ય રીતે ચોખ્ખ, પારદર્શક જેવું હોય છે. એટલે જ્યાં પરવાળાં હોય છે ત્યાં કાચના તળિયાવાળી બોટમાં સહેલાણીઓને લઈ જઈને એ બતાવવામાં આવે છે. દુનિયામાં ઘણાં સ્થળે આવી પ્રવૃત્તિ ચાલે છે, પણ અહીં પરવાળાં-દર્શન માટે વિશાળ ધોરણે આયોજન થયું છે. વાંકા વળીને, નીચી ડોક કરીને નહિ, પણ બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવું વધુ વિસ્તૃત દશ્ય અહીં જોવા મળે છે. તદુપરાંત અહીંની વિશેષતા એ છે કે પારદર્શક કાચની બારીઓવાળી નાની સબમરીનમાં સફર કરાવાય છે. પોતાની બેઠકમાં બેઠાં બેઠાં બંને બાજુની બારીઓમાંથી બદલાતાં જતાં અદ્ભુત દૃશ્યો જોવા મળે છે. જોવા જેવું જ્યાં વધુ હોય ત્યાં સબમરીન ઊભી રહે. સૂર્યપ્રકાશને લીધે પાણીમાં પરવાળાંના નાનામોટા ખડકો, દરિયાઈ વનસ્પતિ, આંગળીનાં ટેરવાં જેવડી કે અંગૂઠા જેવડી હજારો રંગબેરંગી માછલીઓ પોતપોતાના સમુદાયમાં આમથી તેમ ભમતી જોવા મળે, જાણે કોઈ જાદુઈ નગરીમાં આપણે પ્રવેશ ન કર્યો હોય ! કોઈ નિબંધ માછલીઘરમાં ફરતા હોઈએ એવું લાગે !
પરવાળાં (Coral) જ્યાં સૂર્યનો તડકો પડતો હોય એવા ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશોના સમુદ્રના છીછરા પાણીમાં થાય છે. પરવાળાં એક પ્રકારનાં ઝીણાં જલચર છે. તે જેમ મરતાં જાય તેમ એના મૃત કલેવરમાં રહેલો ચૂનો (કેલ્શિયમ) એકત્ર થતો જાય છે. તે જેમ નક્કર થતો જાય તેમ તેમ એના ખડક બંધાય છે. દરમિયાન નવાં પરવાળાં ઉત્પન્ન થવાની ક્રિયા ચાલુ હોય છે. પરવાળાં દ્વારા સતત બંધાતા આવા ખડકો ક્યાંક વર્તુળાકાર હોય છે, તો ક્યાંક સીધી હારમાં હોય છે. કેટલાંક પરવાળાંના ખડકમાં ઝીણી ઝીણી માછલીઓ હોય છે. એને Coral Fish કહેવામાં આવે છે.
પરવાળાંને પાણીમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તે ચીકણાં અને ગંધાતાં હોય છે. સૂર્યના તડકામાં એનો રંગ બદલાતો રહે છે. એની સુકવણીની પણ એક કળા છે. સમુદ્રમાં પરવાળાં વિવિધ આકારનાં હોય છે. એમાં સફેદ અને આછા વાદળી રંગનાં ઘુમ્મટના આકારનાં અને સાબરશિંગના આકારનાં વધુ જાણીતાં છે. તે અખંડિત હોય તો બહુ મૂલ્યવાન ગણાય છે. કલાત્મક ગોઠવણી માટે તે વપરાય છે. કેટલાંક પરવાળાંમાંથી મંગળના પારા કે નંગ બનાવાય છે. તડકામાં તપીને તે નક્કર થાય છે અને ગુલાબી કે ગેરુ રંગ ધારણ કરે છે. દાગીના, ઔષધ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org