________________
૨૪
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ દોઢ-બે વાગ્યા સુધી પોતપોતાની ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરી ભોજનખંડમાં અમે બધા એકત્ર થવા લાગ્યા. બધાંને કકડીને ભૂખ લાગી હતી, તરવાવાળાને વિશેષ. મેં મારાં પત્નીને કહ્યું, “આપણને ભૂખ બરાબર લાગી છે અને ભાવતી વાનગીઓ ઘણી છે, પરંતુ પછી પ્રવાસ સ્ટીમરનો છે એ ભૂલવું ન જોઈએ. ભર્યા પેટે જલપ્રવાસ કોઈને સદે, કોઈને ન સદે.' અમારા ટુરસંચાલકે પણ કહ્યું કે, “બધાને માટે સરસ ભોજન બનાવ્યું છે, માટે બરાબર જમજો. તમે ઓછું ખાજો એવી ભલામણ અમે કરીએ તો ઊંધો અર્થ થાય. પણ પછી આપણે તરત સ્ટીમરનો પ્રવાસ કરવાનો છે એ ધ્યાનમાં રાખજો. તમને માફક આવે તે પ્રમાણે કરજો.'
અમે માત્ર અલ્પાહાર જ કર્યો. અમારામાંના ઘણા સ્વાદિષ્ટ ભોજનને યોગ્ય ન્યાય આપ્યા વગર ન રહી શક્યા. સ્વાદેન્દ્રિય વિચિત્ર ઇન્દ્રિય છે. મન સાથે જ્યારે એને સંઘર્ષ થાય છે ત્યારે વિજય બહુધા એનો જ થાય છે.
- ભોજન પછી બધા સ્ટીમરમાં પહોંચી ગયા. સમય થાય એટલે સ્ટીમર ઊપડી જાય છે. કોઈની રાહ જોવામાં એ માનતી નથી. ત્રણના ટકોરે ભૂંગળું વાગ્યું અને સ્ટીમર ઊપડી. અમે બધા ઉપર-નીચેના ડેકમાં પોતપોતાના જૂથમાં વાતોમાં પરોવાઈ ગયા હતા. સમુદ્રની સફર અને વિવિધ જલક્રીડાઓથી બધા એવા ધરાયા હતા કે હવે બહાર જોવાની ઇચ્છા બહુ ઓછાને થતી હતી.
અડધો કલાક સ્ટીમર બરાબર ચાલી. પછી વેગીલો પવન નીકળતાં મોજાંઓમાં હિલોળા વધ્યા અને સ્ટીમર વારંવાર હાલકડોલક થવા લાગી. એવે વખતે ઊભા થઈને ચાલીએ તો સમતુલા ગુમાવી દઈએ, પહોળા પગે ઊભા રહેવાને ટેવાયેલા કર્મચારીઓ સમતુલા જાળવીને હરફર કરી શકતા હતા. ઉપર સફેદ અને નીચે આછા વાદળી રંગનાં વસ્ત્રોનો તેઓનો ગણવેશ જાણે પરવાળાંનું પ્રતિનિધિત્વ કરતો હતો. અમારા વિભાગમાં છ કર્મચારી યુવક-યુવતી હતાં. તેમના ગળામાં નાકમોઢું ઢાંકવાનું લૂગડું લટકતું હતું. એકે તે મોઢે પહેરી લીધું. અમને થયું કે ક્યાંક દુર્ગધ હોવી જોઈએ. કેટલીક વાર સ્ટીમરના શૌચાલયમાં ભરાવો થાય તો દુર્ગધ પ્રસરતી હોય છે, પરંતુ એવી કશી દુર્ગધ અમને જણાઈ નહિ. થોડી વારમાં તો બધા કર્મચારીઓએ હાથમોજાં પણ ચડાવી દીધાં. કોઈ ઑપરેશન થિયેટરમાં આપણે બેઠા હોઈએ એવું અમને લાગ્યું. એવામાં એક કર્મચારી કાગળની કોથળીઓની મોટી થપ્પી લઈને આવ્યો અને પોતાના કાઉન્ટરે થોડી મૂકી અને થોડી બીજી બાજુના કાઉન્ટર ઉપર મૂકી. પછી પેપર નૅપ્લિન આવ્યાં અને પીવાના પાણીની બાટલીઓ તથા પ્લાસ્ટિકના ગ્લાસ આવ્યાં.
કર્મચારીઓ એકબીજાથી છૂટા છૂટા ગોઠવાઈ ગયા હોય એમ લાગ્યું. સવારે કંઈ કામ હોય તો તેમને બોલાવવા પડતા. અત્યારે વગર બોલાવ્યું તેઓ બધાની વચ્ચે જાણે કશા કામકાજ વગરના હોય તેમ ઊભા રહ્યા. તેઓ અમારા બધાની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org