________________
૨૧
ગ્રેટ બેરિયર રીફ વારિસ્તરની નીચેની સૃષ્ટિ સુપેરે નિહાળવા મળે, વિવિધ જલક્રીડાઓ માટે અનુકૂળતા રહે એ માટે આ પ્રવાલ- જલનિધિ (Coral Sea)માં મેક્કે, ૨ડર, નોર્મન, એગિનકોર્ટ, સેક્સન, મારલિન, સેંટ ક્રિસ્પિન, આલિંગટન, ગ્રીન, સ્પર, ઓનિક્સ, અન્ડાઇન ઇત્યાદિ સંખ્યાબંધ પ્રવાલદ્વીપોમાં વિવિધ પ્રકારની સુવિધાઓ થતી રહી છે. આ બધામાં એગિનકોર્ટ પાસે સમુદ્રમાં બે માળવાળું વિશાળ પ્લેટફોર્મ, મુકામ માટે બનાવવામાં આવ્યું છે. એકસાથે બેત્રણ સ્ટીમરના પ્રવાસીઓ આવે તો તેઓ બધાને ઊઠવા-બેસવાની, હરવા-ફરવાની, સ્નાન-ભોજનની, જલક્રીડાઓની બધી સગવડો મળી રહે, તથા વરસાદ અને તડકાથી બારેમાસ રક્ષણ મળે એવી રીતે એનું આયોજન થયું છે. આ સુવિશાલ પ્લેટફોર્મ પાણીમાં તરતું છે, જાણે પાણીમાં તરતો ટાપુ (Floating Island) ન હોય ! એક મોટી ઇમારત જેવી રચના પાણીમાં તરતી હોવા છતાં એના વજનથી એવી સ્થિર રહે છે કે ખબર ન પડે કે આ તરતી ઈમારત છે. આવું આયોજન થાય તો જ પર્યટકોને આકર્ષી શકાય અને પર્યટક સ્થળ તરીકે એનો વિકાસ સાધી શકાય.
- ઑસ્ટ્રેલિયાના ઇશાન કિનારે આવેલા નગર કાઇન્સ(Caimsનો ઉચ્ચાર તેઓ કાઇન્સ કરે છે)માં હોટેલ હોલિડે-ઇનમાં અમારી મંડળીનો ઉતારો હતો. અમારા દુરસંચાલકે અમારે માટે એક દિવસ ગ્રેટ બેરિયર રીફ જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એ માટે ક્વિક સિલ્વર' નામની કંપનીની ટુરમાં અમે નામ નોંધાવ્યું હતું. સવારથી સાંજ સુધી “હોટેલ ટુ હોટેલ'ની જવાબદારી કંપનીની હતી. આવાં આયોજનોમાં સાહસ અને સ્વૈરવિહારને અવકાશ ઓછો હોય છે, પણ ઓછો સમયમાં સગવડભર્યો પ્રવાસ થાય છે. અજાણ્યા અને વૃદ્ધોને પણ તેઓ સાચવીને લઈ જાય છે. અમારે કાઈન્સથી બસમાં પૉર્ટ ડગ્લાસ અને ત્યાંથી સ્ટીમરમાં એગિનકોર્ટ જવાનું હતું.
અમે કાઈન્સથી સવારે સાડાસાત વાગે ડગ્લાસ જવા નીકળ્યા. ડગ્લાસનો આશરે એંસી કિલોમીટરનો રસ્તો સમુદ્રના કિનારે કિનારે ઉત્તર તરફ ચાલ્યો જાય છે. પ્રભાતના શાન્ત, શીતળ, રમણીય વાતાવરણમાં પ્રસન્નતા અનુભવાતી હતી. આ પ્રદેશમાં વાહનોની અવરજવર ઓછી હોવાથી અને રસ્તે ચાલનાર રાહદારીઓ ન હોવાથી પ્રદૂષણમુક્ત પ્રાણવાયુ સ્કૂર્તિમાં ઉમેરો કરતો હતો. નવા પ્રદેશનાં બહારનાં દૃશ્યો નિહાળવામાં અમારું મન મગ્ન બની ગયું હતું. સાડાનવ વાગે અમે ડગ્લાસ બંદરે પહોંચી ગયા. “મરિના મિરેજ' નામના ડૉકમાંથી “ક્વિક સિલ્વર' નામની અમારી ત્રણ માળવાળી સ્ટીમર દસના ટકોરે ઊપડવાની હતી. ડૉકનું પ્રવેશદ્વાર એવી રીતે હતું કે સુવેનિના એક વિશાળ સ્ટોરમાંથી આપણે અવશ્ય પસાર થવું જ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org