________________
ગ્રેટ બેરિયર રીફ
આકાશ, ધરતી અને સાગરના અંતરાલમાં ત્વરિતપણે ગતિ કરવાની મનુષ્યની ક્ષમતા ઉત્તરોત્તર વધતી રહી છે. સૈકાઓ પહેલાં જ્યાં પહોંચવાનું અશક્ય મનાતું કે ચમત્કારભર્યો કાલ્પનિક વિષય ગણાતો ત્યાં હવે સ્વૈરવિહાર કરવાનું સર્વજનસુલભ બની ગયું છે. દુનિયામાં સબમરીન દ્વારા જલગર્ભ સફરો બીજા વિશ્વયુદ્ધ પહેલાં આરંભાઈ ચૂકી હતી, પરંતુ એનો ઉપયોગ સામુદ્રિક યુદ્ધ કે દરિયાઈ સંશોધનો માટે થતો. હવે એવા યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ કે જ્યારે પારદર્શક કાચવાળી, પ્રકાશ રેલાવતી સબમરીનમાં બેસી સમુદ્રની સપાટીની નીચે સફર કરીને જલસૃષ્ટિ નિહાળવાનો લહાવો લઈ શકીએ છીએ.
ઓગણીસમી સદીના અંત સુધી ઑસ્ટ્રેલિયાની ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા મહાસાગરમાં જહાજોની અવરજવર ઓછી હતી. શોધસફરીઓ પણ આખો મહાસાગર ખૂંદી વળ્યા નહોતા. એટલે અમુક જળવિસ્તારમાં દરિયો છીછરો છે, કારણ કે ત્યાં પાણીમાં નીચે ખડકાળ ટાપુઓની બે હજાર કિલોમીટર લાંબી હારમાળા છે એવી ત્યારે ખબર નહોતી. જેમ જેમ જહાજોની અવરજવર વધતી ગઈ તથા સમુદ્રશાસ્ત્રીય સંશોધનો થતાં ગયાં તેમ તેમ સંશોધકોને જણાયું કે ઑસ્ટ્રેલિયાની ઈશાન (પૂર્વોત્તર) દિશામાં કિનારાથી પચાસ-સો માઈલના અંતરે છીછરા પાણીમાં નીચે પરવાળાંના ખડકો છે. તેઓએ એ સમુદ્રને Coral Sea – પ્રવાલ સમુદ્ર' એવું નામ આપ્યું અને પરવાળાંના જલગર્ભ ટાપુઓની હારમાળાને નામ આપ્યું Great Barrier Reef – પરવાળાંના ખડકો દ્વારા બનેલી મોટી સરહદ. આટલો મોટો પ્રવાલદ્વીપ સમૂહ દુનિયામાં બીજે ક્યાંય નથી.
જ્યારથી દુનિયાની એક અજાયબી ગણાતા બેરિયર રીફની શોધ થઈ ત્યારથી ઉત્તર અને પૂર્વોત્તર ઑસ્ટ્રેલિયાનું ભાગ્ય ઊઘડ્યું. એક જમાનામાં ડાર્વિન, ડગ્લાસ, કાઇન્સ વગેરે ત્યાંનાં બંદરી નગરો, હજાર-બે હજારની, મુખ્યત્વે માછીમારોની વસ્તીવાળાં, સૂનાં લાગતાં હતાં. હવે ઉત્તર અને પૂર્વ તરફ પર્યટકોનો ધસારો વધતાં, હોટેલો અને અન્ય સુવિધાઓ ઉભવતાં, કાયમી વસવાટવાળા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થતાં, આ નગરોની વિકાસયાત્રા સોહામણી બનવા લાગી છે.
પરવાળાના પ્રદેશોમાં માણસને વધુ કલાક કે દિવસ રહેવા મળે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org