________________
૫૪ .
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કુટુંબો છે. વાર-તહેવારે બધાં જ એમના બંગલે આવે છે અને કાર્યક્રમોમાં સહભાગી બને છે.
બુજુબુરામાં ગુજરાતની સાંસ્કૃતિક આબોહવા પણ સ્પર્શી જાય એવી છે. આપણને એમ થાય કે દુનિયાના કેવા અંતરિયાળ પ્રદેશોમાં જઈને ગુજરાતીઓ વસેલા છે !
બીજે દિવસે ગોઠવેલા કાર્યક્રમ પ્રમાણે અમે બધે ફર્યા. દૂરના વિસ્તારોમાં જવામાં સલામતી નથી એમ અમને કહેવામાં આવ્યું. સાંજે રોનાલ્ડના બંગલે બધા રોટેરિયનો માટે મિલન અને ભોજનનો કાર્યક્રમ ગોઠવાયો હતો. આફ્રિકન, યુરોપિયન અને એશિયન એમ ત્રણે ખંડના કાળા-ગોરા અને ઘઉવર્ણા મિત્રો પધાર્યા હતા. જમણ પછી જુદી જુદી મંડળીમાં ભાતભાતના વિષયો પર વાતો ચાલી. આવા મિલનમાં જવાની ઉતાવળ ન હોય. મોડી રાત સુધી પાર્ટી ચાલે, પરંતુ વાતચીતો ચાલતી હતી ત્યાં કોઈક બોલ્યું, “અરે, અગિયાર વાગી ગયા.'
“અગિયાર ? તો ઊઠીએ બધા !
બે મિનિટમાં તો બધા વાત પડતી મૂકીને ઊભા થઈ ગયા. દરેકના પગમાં ઉતાવળ હતી. બીજી બે મિનિટમાં તો પોતપોતાની ગાડીમાં બેસી સૌ રવાના થઈ ગયા. અમે આશ્ચર્યથી જોઈ રહ્યા.
“કેમ બધા દોડ્યા ?' અમારાથી સહજ પુછાઈ ગયું. રોનાલ્ટે કહ્યું, “રાતનો કરફ્યુ છે માટે.” કરફ્યુ ? પણ કંઈ રમખાણ વગર.'
હા, અહીં વર્ષોથી એમ જ ચાલે છે. બુજુબુરા હાલ સલામત છે. તો પણ કરફ્યુ જરૂરી છે. બહારગામ તો અંધારું થતાં સંચારબંધી થઈ જાય છે. ઘણાં વર્ષથી આ પ્રમાણે ચાલે છે. સલામતી માટે એ અનિવાર્ય છે.'
અમે વિચારે ચડી ગયા. રવાન્ડા અને બુરુંડી કેટલા બધા નાના નાના દેશ છે. છતાં આનુવંશિક અથડામણોને કારણે સતત સંચારબંધીમાં જીવતી પ્રજાનો વિકાસ કેવી રીતે થાય ? વિકાસની વાત તો દૂર રહી. “જયપુર ફૂટની વાત કરીએ તો આપનારને મફત પગ બેસાડી આપવા છે અને લેનારને મફત જોઈએ છે, પણ વિધિની વિચિત્રતા કેવી છે કે સલામતીના અભાવે આપનારા બુજુબુરાની બહાર જઈ શકતા નથી અને લેનારા આવી શકતા નથી.
ગરીબી અને ભૂખમરો, શારીરિક વિકલતા અને સલામતીની ચિંતા, જાણે અભિશાપ હોય તેમ, પ્રજાને કેવી કચડી નાખે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org