________________
બોરોબુદુર
અન્નવસ્ત્રાદિની લાલચ દેખાડ્યા વિના કે શસ્ત્રોનો ભય બતાવ્યા વિના, અહિંસા, પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને ધર્મનો પ્રચાર કરવામાં બૌદ્ધ ધર્મ દુનિયામાં મોખરે રહ્યો છે. એક કાળે ચીન, જાપાન અને કોરિયા સહિત સમગ્ર એશિયામાં બૌદ્ધ ધર્મ પ્રસરી ગયો હતો. એમાં રાજ્યાશ્રયે પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું.
નાનાંમોટાં બૌદ્ધ મંદિરો તો દુનિયામાં સેંકડો છે, પરંતુ ઉત્તુંગ, વિશાળ, સ્થાપત્યકળામાં અનન્ય ભાત પાડનારાં પ્રાચીન બૌદ્ધ મંદિરોમાં, ચીન-જાપાનનાં મંદિરો ઉપરાંત બ્રહ્મદેશનું સ્વડેગોન પેગોડા, કંબોડિયાનું અંગકોરવાટ અને ઇન્ડોનેશિયાજાવાનું બોરોબુદુર મશહૂર છે.
બોરોબુદુરનાં દર્શન કરવાની ઇચ્છા તો ઘણા વખતથી હતી પણ તેવો કોઈ સુયોગ સાંપડતો નહોતો. એક વખત બાલીમાં અમે હતા ત્યારે અચાનક એવો અવસર પ્રાપ્ત થયો. બાલીથી જકાર્તા જતાં વચ્ચે જગ્યાકાર્તા ઊતરવાનું અમે નક્કી કર્યું કે જેથી ત્યાંથી બોરોબુદુર જઈ શકાય.
બોરબંદુર ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં જગ્યાકાર્તા શહેરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે. ઇન્ડોનેશિયાની ભાષા ઉપર સંસ્કૃત ભાષાનો પ્રભાવ ઘણો રહ્યો છે. કર્તા એટલે સ્થળ અથવા નગરી. જયકર્તા એટલે વિજયનું સ્થળ – A place of Victory. જયકર્તાનું કાળક્રમે જકાર્તા – જાકાર્તા (ઇન્ડોનેશિયાનું પાટનગર) થઈ ગયું. જગ્યાકાર્તામાં જગ્યા એટલે અયોધ્યા, જ્યાં યુદ્ધ ન થાય તે. કર્તા એટલે નગરી. જગ્યાકાર્તા એટલે શાન્તિની નગરી,
અમે જગ્યાકાર્તા પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા અમારા ગાઇડ-મિત્ર હાજર હતા. એમનું નામ ઇગ્નેશિયસ. તેઓ સુશિક્ષિત અને સંસ્કારી હતા. જાતે ખ્રિસ્તી હતા, પણ હિંદુ, બૌદ્ધ અને ઇસ્લામ ધર્મની પણ સારી જાણકારી ધરાવતા હતા. એમની સાથે અમે ગાડીમાં બોરોબુદુર પહોંચ્યા. ચિત્રમાં જોયેલા મંદિરનાં દૂરથી સાક્ષાત્ દર્શન કરતાં એક વિશિષ્ટ અનુભવ થયો. અમે ધન્યતા અનુભવી. મંદિરનાં દર્શન તો થયાં, પણ મારાથી ઉપર ચડાશે કે કેમ તે વિશે દહેશત હતી, કારણ કે આગલે દિવસે જ મને કમરમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો.
જેવા અમે ગાડીમાંથી ઊતર્યા કે ઘણાં બધાં ફેરિયા-ફેરિયણ અમને વીંટળાઈ વળ્યાં, પોતપોતાની વસ્તુઓ વેચવા માટે. ચિત્રો, ફોટાઓ, પુસ્તિકાઓ, બોરોબુદુરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org