________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ નામવાળાં ટી-શર્ટ, સ્કાર્ફ, યાદગીરી માટેની ચીજવસ્તુઓ વગેરે ખરીદવા માટે તેઓ આગ્રહ કરવા લાગ્યાં. કોઈકને એમાં ત્રાસ લાગે અને કોઈકને ભાવતાલ કરવાની મઝા આવે. ફેરિયાઓ પહેલાં ચારપાંચ ગણો ભાવ કહે અને પછી પાછળ પાછળ ચાલે અને ભાવ ઘટાડતા જાય. કોઈ પણ વસ્તુમાં રસ બતાવો અથવા એના ભાવ પૂછો એટલે તે ફેરિયો કેડો ન મૂકે. અમારા એક મિત્રે શર્ટના અમસ્તાં ભાવ પૂગ્યા. એટલે એ ફેરિયણ બાઈ ફર્લાગ સુધી, ઠેઠ મંદિરનાં પગથિયાં સુધી પાછળ પાછળ સતત ભાવ બોલતી-ઘટાડતી આવી અને છેવટે નિરાશ થઈ.
ઇગ્નેશિયસ સાથે મારા મિત્રો પગથિયાં ચડવા લાગ્યા. મેં કહ્યું, ‘તમે જાઓ; મને કમરમાં દર્દ છે એટલે મારાથી અવાશે તો આવીશ.' પછી મનમાં શાન્ત ચિત્તે પ્રાર્થના કરી અને ધીમે ધીમે એક એક પગથિયું ચડવા લાગ્યો. દસ-બાર પગથિયાં ચડતાં તો કમરનો દુખાવો જાણે કિટ્ટા કરીને મોઢું ફેરવી ગયો હોય એવું લાગ્યું. પછી તો મિત્રોની સાથે હું થઈ ગયો એથી તેઓને પણ આનંદ થયો.
અમે મંદિરના પ્રથમ પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા. મંદિર વિશે ઇગ્નેશિયસે સારી માહિતી આપી. બોરોબુદુરનું આ મંદિર ઈસવી સનના સાતમા-આઠમા સૈકામાં બંધાયેલું છે. ઈ. સ. ૭૩રના શિલાલેખમાં શૈલેન્દ્ર વંશના બૌદ્ધ ધર્મી રાજાઓની નામાવલિ છે.
આશરે સવાસો ફૂટ ઊંચા, પચાસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલા આ મંદિરની આકૃતિ લંબચોરસ પ્રકારની છે. એના ચારે ખૂણા બરાબર ચારે દિશામાં છે. ચારેબાજુ વચ્ચે પ્રવેશદ્વારમાં દ્વારપાલ તરીકે સિંહનાં મોટાં પૂતળાં છે. ચારે દરવાજે ચડવા-ઊતરવા માટે ઠેઠ સુધી પહોળાં પગથિયાં છે. આ વિસ્તારમાં જ્વાળામુખી પર્વતો હોવાથી મંદિરના બાંધકામમાં જ્વાળામુખીનો જ ભૂખરો પથ્થર વપરાયો છે. મંદિરમાં લંબચોરસ ઘડેલા એવા વીસ લાખ પથ્થરોનો ઉપયોગ થયો છે એ ઉપરથી એની રચનાની વિશાળતા અને નક્કરતાનો ખ્યાલ આવે છે. બારસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મનું અતિવિશાળ ભવ્ય મંદિર અહીં થયું એ ઉપરથી એ કાળે બૌદ્ધ ધર્મનો કેટલો બધો પ્રભાવ અને પ્રચાર આ પ્રદેશમાં હશે તેનું અનુમાન થઈ શકે છે.
બોરોબુદુર શબ્દ “બિહાર' (વિહાર) અને “બેહુદુર' એ બે શબ્દનો બનેલો મનાય છે. “વિહાર' એટલે મંદિર અથવા મઠ અને “બેહુદુર' એટલે ડુંગર પરની સપાટ જગ્યા. બોરોબુદુર એટલે ડુંગર પરનું ધાર્મિક સ્થળ. અહીં એક શિલાલેખમાં એ માટે “ભૂમિસંભાર' શબ્દ પ્રયોજાયો છે.
બોરોબુદુર મંદિર હોવા છતાં તે પ્રણાલિકાગત મંદિર નથી; વસ્તુત: તે સ્તૂપ છે. સૂપના પ્રકારની તે એક ભવ્ય રચના છે. મંદિરોમાં ભક્તિ-પ્રાર્થનાદિ માટે વિશાળ ખંડ કે રંગમંચ હોય છે તેવું બોરોબુદુરમાં નથી. અહીં ક્યાંય માથે છત નથી. આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org