________________
--
--
--
--
---
-
બોરોબુદુર
પ૭ વિરાટકાય ઇમારત છે છતાં એકસાથે સો-બસો માણસ પલાંઠી વાળીને બેસી શકે એવી સમચોરસ કે લંબચોરસ કોઈ જગ્યા નથી.
બોરોબુદુરના આ સૂપની રચના “મંડલ'ના આધારે કરવામાં આવી છે. બૌદ્ધ દર્શનવિદ્યાને મંડલ દ્વારા આકૃતિના સ્વરૂપે દર્શાવાય છે. આ સ્તૂપના પાયાની આકૃતિમાં પણ તાંત્રિક રહસ્ય રહેલું છે.
કેટલાંક પગથિયાં ચડી અમે ઉપર ગયા તો પ્રદક્ષિણાપથ કે ભમતી જેવી રચના આવી. ઇગ્નેશિયસે સમજાવ્યું કે આ પ્રદક્ષિણાપથમાં પણ વ્યવસ્થાક્રમ રહેલો છે. આવી ખુલ્લી પહોળી ચાર ભમતીની દીવાલોમાં અંદરની બાજુ આપણે જોઈ શકીએ એવું ભારોભાર શિલ્પકામ થયેલું છે. એમાં બૌદ્ધ ધર્મગ્રંથો “લલિત વિસ્તરા', “જાતક' વગેરેમાંથી વિવિધ કથાપ્રસંગો કોતરવામાં આવ્યા છે. તદુપરાંત બોધિસત્ત્વના જીવનપ્રસંગો, ભગવાન બુદ્ધની વિવિધ મુદ્રાઓ વગેરે ઘણુંબધું એમાં બતાવવામાં આવ્યું છે. અહીં ચાર માળની ચાર પ્રદક્ષિણાપથની દીવાલોમાં આશરે દોઢ હજાર જેટલી પેનલ છે અને દરેકનો વિષય જુદો છે. પ્રથમ પ્રદક્ષિણાપથમાં “કામધાતુ' અવસ્થાનું, બીજામાં “રૂપધાતુ' અવસ્થાનું અને ત્રીજા-ચોથામાં “અરૂપધાતુ' અવસ્થાનું નિરૂપણ થયેલું છે. રસ હોય, જાણકારી હોય અને સમયની નિરાંત હોય તો અદ્ભુત આનંદાનુભવ કરાવનારી એમાં સામગ્રી છે.
અમે પહેલા માળ કે ગઢની “કામધાતુ' નામની ભમતીમાં ફરીને બીજા માળે ગયા, સ્થૂલ ભૌતિક કામભોગના જીવનમાંથી સૂક્ષ્મ આધ્યાત્મિક જીવન એટલે કે, અરૂપધાતુ' સુધી જવાનું લક્ષ્ય હોવું જોઈએ. ચાર મંડલરૂપ ચાર ભમતી પૂરી કરી અમે ઉપર પહોંચ્યા. ત્યાંનું તો દૃશ્ય જ કંઈક અનેરું છે. આટલું ચડતાં થાક નથી લાગતો અને લાગ્યો હોય તો એને હરનારી હવા આવી પહોંચે છે. ચારેબાજુ ખુલ્લા આકાશમાં રહેલું વાયુમંડળ ચિત્તને પ્રસન્નતાથી છલકાવી દે છે. અહીં સ્તૂપોના પ્રદેશમાં આપણે પ્રવેશીએ છીએ. અહીંની રચના હવે લંબચોરસ નહિ પણ લંબવર્તુળના પ્રકારની છે. એક પછી એક એવી ચડતા ક્રમે ત્રણ હારમાં બોતેર મોટા સ્તૂપ છે. આ બોતેર તૂપ સમયની ઘટમાળના પ્રતીકરૂપ છે એમ મનાય છે. અન્યત્ર જોવા મળે તેના કરતાં આ સ્તૂપોની લાક્ષણિકતા અનોખી છે. અહીં બૌદ્ધ ધર્મની શાખા-સમન્વયની ભાવનાની અભિવ્યક્તિ થયેલી છે. બૌદ્ધ ધર્મની મુખ્ય બે શાખા છે : હીનયાન અને મહાયાન. હીનયાન શાખા ભગવાનની મૂર્તિ બનાવવામાં નથી માનતી. તે સૂપમાં માને છે. મહાયાન મૂર્તિમાં માને છે. અહીં સ્તૂપો છે અને પ્રત્યેક સ્તૂપની અંદર મૂર્તિ પણ છે. આ એની સમન્વયની વિશિષ્ટતા છે. સૂપની અંદર મૂર્તિ હોય તો એનાં દર્શન કેવી રીતે થાય ? એ માટે સ્તૂપની દીવાલોને જાળી જેવી કરવામાં આવી છે. એમાં ચૉકટના આકારનાં મોટાં કાણાં છે. નજીક જઈને એમાંથી જોઈએ તો અંદર ધ્યાની બુદ્ધનાં દર્શન થાય. આ ચોંકટ કાણાં (ક્યાંક ચોરસ કાણાં પણ છે) પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org