________________
૫૮
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ કલાત્મક રીતે કરવામાં આવ્યાં છે. ચાર ચાર ચૉકટનાં લહેરિયાં છે. નીચે કમળની પાંદડીઓવાળા આ સ્તૂપોની વર્તુળાકાર ગોઠવણીમાં કોઈ સાંકેતિક રહસ્ય રહેલું છે.
આ ત્રણ વર્તુળોની વચ્ચે વિશાળ, ઉત્તેગ કેન્દ્રસ્થ સ્તૂપ આવેલો છે. ઉપર ચડતો ચડતો યાત્રિક છેવટે આ સર્વોચ્ચ મધ્યસ્થ સ્તૂપનાં દર્શન કરીને કૃતાર્થ થઈને નીચે ઊતરે છે.
બોરોબુદ્રમાં સ્તૂપોમાં પ્રદક્ષિણાપથમાં અને બહાર ગોખલાઓમાં ભગવાન બુદ્ધની વજસત્ત્વ બુદ્ધ, વૈરોચન બુદ્ધ અને ધ્યાની બુદ્ધની એમ મળીને કુલ ૫૦૫ જેટલી પ્રતિમાઓ હતી, જેમાંથી હાલ ચારસોથી ઓછી પ્રતિમા રહી છે અને એમાં અખંડિત પ્રતિમાઓ તો ત્રણસોથી પણ ઓછી છે. આટલું બધું નષ્ટ થયું હોવા છતાં બોરોબુદુર હજુ સમૃદ્ધ છે. બાર સૈકા જેટલા કાળપ્રવાહમાં એણે ઘણી કડવીમીઠી અનુભવી છે. એણે અજ્ઞાતવાસ પણ સેવ્યો છે. ખેડૂત અને એના ખેતર માટે જેમ કહેવાય છે કે મોર (પક્ષીઓ) ખાય, ઢોર ખાય, ઉંદર ખાય, ચોર ખાય તોય પેટ ભરીને ખેડૂત ખાય એટલું અનાજ ખેતરમાં ઊગે. બોરોબુદુરની કેટલીયે પ્રતિમાઓ વિધર્મીઓએ નષ્ટ કરી છે, કેટલીક ચોરો ઉઠાવી ગયા છે, કેટલીક બીજાને ભેટ આપી દેવાઈ છે, કેટલીક વીજળી કે ધરતીકંપમાં નષ્ટ થઈ છે તો પણ યાત્રિકોનું હૈયું હરખાઈ જાય એટલી બધી પ્રતિમાઓ હજુ ત્યાં રહેલી છે.
એમ જાણવા મળે છે કે આ મંદિરની પ્રતિષ્ઠાવિધિ થઈ હતી ત્યારે સર્વોચ્ચ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધની નકરા સોનાની નાની પ્રતિમા પધરાવવામાં આવી હતી, પરંતુ ડચ શાસનકાળ દરમિયાન કોઈક ડચ અધિકારીએ સ્તૂપમાં બાકોરું પાડી એ પ્રતિમા કાઢી લીધી હતી અને મંદિરની કોઈક જગ્યાની પથ્થરની એક મૂર્તિ ખસેડીને ત્યાં મૂકી દીધી હતી. બીજા એક ડચ અમલદારે કેટલીક મૂર્તિઓ અને કલાકૃતિઓ કઢાવીને, નવ ગાડાં ભરીને સિયામના રાજાને ઈ. સ. ૧૮૯૬માં ભેટ આપી દીધી હતી.
લાગે છે કે યંત્ર-તંત્રના રહસ્ય અનુસાર બોરોબુદુરના મંદિરનો નકશો તૈયાર કરવામાં બૌદ્ધ ધર્મગુરુઓ અને ઘણાબધા સ્થપતિ-શિલ્પી કલાકારોની કલ્પનાશક્તિએ કામ કર્યું હશે. મંદિરના સર્જનમાં મૌલિકતા, કલાત્મક સામંજસ્ય અને ધાર્મિક ઔચિત્ય ભારોભાર રહેલાં છે, એટલું જ નહિ, એકસાથે અનેક દર્શનાર્થીઓ આવે તો એમની સુખેથી અવરજવર થઈ શકે એવી વ્યવહારુ દૃષ્ટિ પણ એમાં રહેલી છે. પ્રાચીન કાળમાં રાજ્યાશ્રય વિના આવાં ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનકોનું બાંધકામ થઈ ન શકે. આટલી બૃહદૂકાય ઇમારત બાંધતાં વર્ષો લાગ્યાં હશે એ સુનિશ્ચિત છે, પરંતુ કયા રાજાને આ મંદિર બાંધવાનો ભાવ થયો હશે અને એમને કોણે પ્રેરણા આપી હશે તે વિષે નિશ્ચિતપણે કશું જાણવા મળતું નથી.
એમ મનાય છે કે દોઢ-બે સૈકા સુધી બોરોબુદુરની જાહોજલાલી બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org