________________
૭૫
વિક્ટોરિયા ધોધ
| વિક્ટોરિયા ધોધની શોધ તો થઈ, પરંતુ યુરોપના પ્રવાસપ્રિય એને કલારસિક લોકોમાં અને પ્રસિદ્ધિ મળી ચિત્રકાર થોમસ બેઈન્સ દોરેલાં ધોધનાં મોટાં બહુરંગી ચિત્રોથી. તેઓ આફ્રિકા આવ્યા હતા તો લિવિંસ્ટનના મદદનીશ તરીકે કામ કરવા, પરંતુ લિવિંસ્ટને ૧૯૫૭માં જ્યારે એમને આ ધોધ બતાવ્યો ત્યારે તો તેઓ આભા જ બની ગયા. તરત એમની પીંછી સળવળી અને એમણે જુદી જુદી દિશાએથી દેખાતાં દૃશ્યોને કેન્વાસમાં ઉતાર્યા. પહેલી વારની આ મુલાકાતથી સંતોષ ન થતાં ૧૮૬૨માં તેઓ અહીં બીજી વાર આવ્યા અને બે અઠવાડિયાં રોકાઈ બીજાં ચિત્રો દોર્યા. એમનાં ચિત્રોએ યુરોપની પ્રજાને આ ધોધ જોવા માટે ઘેલી કરી. પ્રવાસીઓનો પ્રવાહ એટલો વધતો ગયો કે વખત જતાં બ્રિટિશ સરકારે કેપટાઉનથી વિક્ટોરિયા ફોલ્સ સુધી રેલવે બાંધવાનું ઠરાવ્યું અને એ થતાં આજ દિવસ સુધી હજારો પ્રવાસીઓ આ ધોધ નિહાળવા આવે છે.
આ ધોધ જોવાની એક સુંદર તક અમને પણ સાંપડી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પચાસેક સભ્યોની અમારી મિત્રમંડળી જોહાનિસબર્ગથી વિક્ટોરિયા ફોલ્સ પહોંચી હતી. ત્યાં ઝામ્બેઝી નદીના કાંઠે વિશાળ પરિસરમાં આવેલી બેઠા ઘાટનાં મકાનોવાળી ઝાખેઝી રિવર લૉજમાં અમારો ઉતારો હતો. પોતપોતાના રૂમમાં ગોઠવાઈ ગયા પછી અમે આસપાસ લટાર મારી. સાંજે આફ્રિકન લોકનૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. દરેક પ્રજાના વાસ્તવિક જીવનનો ધબકાર એના લોકનૃત્યમાં જોવા મળે. આ બાજુના પ્રદેશની ત્રણ જુદી જુદી જાતિનાં નૃત્યોમાં જંગલી હિંસક પ્રાણીઓનો ડર, ભૂતપ્રેતના ચમત્કારો, જાતિઓ વચ્ચેની લડાઈઓ, શિકારની યુક્તિઓ તથા ઘાસ અને ચામડાંમાંથી બનાવેલી વેશભૂષા અને ભયાનક મહોરાં, ધરતી ધ્રુજાવે એવાં પડતાં પગલાં અને ઢોલનગારાં તથા શિંગડાં–પિપૂડીના કકટુ અવાજો ઇત્યાદિ ધ્યાનાકર્ષક હતાં.
અહીં અમારા માટે એક દિવસ ધોધનાં દર્શન માટે અને એક દિવસ ઝાખેઝી નદીમાં સહેલગાહ માટે રખાયો હતો. બીજે દિવસે સવારે અમે ધોધ જોવા નીકળ્યા. અમે બસમાં બેઠા પણ હજુ કેટલાંક ભાઈબહેન આવ્યાં નહોતાં. મિત્રવર્તુળ હોય એટલે થોડું મોડું વહેલું થાય. તેઓ આવ્યાં ત્યારે પૂછ્યું, “કેમ મોડું થયું ?' જવાબ મળ્યો, “કેળાં, સફરજન વગેરે લીધાં તે રૂમમાં મૂકવા પાછાં ગયાં એટલે મોડું થયું.”
સાથે ખાવા માટે કંઈ લીધું છે ને ?' લીધું છે ને. તમે ન લીધું હોય તો નિશ્ચિત રહેજો. અમે આપીશું.”
અમારી બસ ઊપડી અને ધોધના પ્રવેશદ્વાર પાસે પહોંચી. અમારા ભોમિયાએ કહ્યું, “તમારું ગ્રૂપ મોટું છે અને અહીં જોવાની જગ્યા વિશાળ છે. બધાની ગતિ એકસરખી ન હોય અને રસ પણ એકસરખો ન હોય. અહીં એક છેડેથી બીજા છેડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org