________________
સિકોયાની શિખામણ
૨૭ વધે ? આ વિષયમાં આપણી દરિદ્રતા આપણને સાલવી જોઈએ. આપણા જીવનવિકાસમાં વૃક્ષોનું યોગદાન કેટલું મોટું છે ! આપણા કેટલાયે મહાત્માઓને જ્ઞાનની ઉપલબ્ધિ વૃક્ષ નીચે થઈ છે !
- સિકોયાની વાત સાંભળી મેં તરત સિકોયા પાર્ક જવા માટે સંમતિ દર્શાવી, એટલે ત્યાં જવાનો કાર્યક્રમ તરત ગોઠવાઈ ગયો. સાફ્રાન્સિસ્કો પાસેના કુપરટિનો શહેરથી અમે સપરિવાર ઊપડ્યા. રસ્તામાં એક્સટર નામના નાના નગરની એક મોટેલમાં રાત્રિમુકામ કરીને વહેલી સવારે સિકોયા પાર્ક જવા નીકળ્યા. રસ્તા પર અવરજવર ઓછી હતી. વાતાવરણમાં પ્રેરક શીતલતા હતી. રસ્તાની બંને બાજુ સંતરાંની વાડીઓ આવતી ગઈ. સ્વયમેવ ઊગેલાં નહિ પણ યોજનાબદ્ધ રીતે વ્યાવસાયિક ધોરણે ઉગાડેલાં હારબંધ સેંકડો વૃક્ષો પર કેસરી રંગનાં ભરચક સંતરાં લટકતાં અને કેટલાંયે નીચે પડી સડી જતાં નિહાળવાં એ પણ અનોખો અનુભવ છે. આગળ જતાં ચઢાણ ચાલુ થયું. ખાખી રંગના વૃક્ષવિહીન ડુંગરાઓની વચ્ચેથી રસ્તો ઊંચે ચડતો જતો હતો. ક્યાંક તળાવો દેખાતાં હતાં. ક્યાંક ધુમાડિયા રીંછ (Smoky Bear) જોવા મળતાં હતાં. ક્યાંક મોટાં શિંગડાંવાળાં ઘેટાં નજરે પડતાં હતાં. ક્યાંક વચ્ચે વહેતું ખળખળ પાણી હિમાલયની યાદ અપાવતું હતું.
પાકનું પ્રવેશદ્વાર આવ્યું. ફી ભરીને અમે દાખલ થયા. આવા નેશનલ પાર્ક એટલે માઈલોનો વિસ્તાર. રસ્તામાં એક બાજુ સારું મજબૂત મકાન તોડી પડાતું અમે જોયું. પ્રશ્ન થયો કે અહીં જગ્યાની તંગી નથી અને મકાન કશાને નડતું નથી, તો પછી કેમ તોડી પડાતું હશે ? કારણ કે જંગલો વગેરે નૈસર્ગિક સ્થળો વિશે ગઈ સદીની અને વર્તમાન સમયની વિચારણામાં ફરક પડ્યો છે. જૂના વખતમાં પ્રકૃતિરમ્ય સ્થળ પર્યટન માટે પસંદ થતું. ત્યાં જવા-આવવા માટે પાકા રસ્તા, સરસ મકાનો, ઘરો, મોટી મોટી હોટેલો, દુકાનો, રહેવા તથા ખાવાપીવાની સગવડો ઇત્યાદિ ઊભાં કરવાનું યોગ્ય જણાતું. પર્યટન અને મનોરંજનને પ્રાધાન્ય અપાતું. હવે આવા પાર્કમાં પર્યાવરણને પ્રાધાન્ય અપાય છે. વૃક્ષો સચવાવાં જોઈએ. પશુપક્ષીઓ ભાગી જવાં ન જોઈએ. એનો શિકાર ન થવો જોઈએ. રસ્તાઓ જરૂર પૂરતા અને તે પણ કાચા રાખવા જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ પાકા બનાવવા. ખાવાપીવાની અને શૌચાદિની સગવડો પણ અનિવાર્ય હોય એટલી જ ઊભી કરવી જોઈએ. જંગલોમાં પર્યાવરણના ભોગે પર્યટન કેન્દ્રો વિકસાવવાનો ખ્યાલ હવે ભૂલભરેલો ગણાય છે. એટલે જ આ પાર્કમાં ઘણાં સારાં સારાં મકાનો પાડી નાખવામાં આવ્યાં છે.
આ સિકોયા નેશનલ પાર્કની સ્થાપના ઈ. સ. ૧૮૯૦માં થઈ હતી. ત્યાર પછી આ પાર્કનો વિસ્તાર વખતોવખત વધારાતો ગયો. કૅલિફૉર્નિયામાં “યોસેમિટીને નેશનલ પાર્કનો દરજ્જો અપાવવામાં મુખ્ય કાર્ય કરનાર પ્રકૃતિપ્રેમી લેખક જોન મૂરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org