________________
સિકોયાની શિખામણ
દુનિયાનું વિદ્યમાન મોટામાં મોટું – ભીમકાય વૃક્ષ કયું?
જેને “જનરલ શરમન' એવું નામ અપાયું છે તે સિકોયા (Sequoia) વૃક્ષ. (સિકોયા શબ્દ “સિકુયા', “સેકયા', “સેકોઇયા” તરીકે પણ ઉચ્ચારાય છે.)
ધરતી પર દીર્ધાયુષ્ય ભોગવનારાં વૃક્ષોમાં પણ સિકોયાની ગણના થાય છે. આપણાં વડ, પીપળો, લીમડો, આંબો વગેરે બસો-ત્રણસો વર્ષ જૂનાં હોઈ શકે. કેટલાંક વૃક્ષો હજારેક વર્ષ સુધી અસ્તિત્વ ટકાવી શકે છે. સિકોયા ત્રણ હજારથી વધુ વર્ષ જીવી શકે છે. અમેરિકાનું ‘બ્રિસલ કોન પાઇન વૃક્ષ ચાર હજાર કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે.
“જનરલ શરમન (Sherman – શેરમાન ઉચ્ચાર પણ થાય છે) વૃક્ષ હેવી વેઇટ તો છે જ, પણ સિકોયામાં તે “સિનિયર મોસ્ટ' પણ છે. ત્રણ હજાર વર્ષ તો તે ક્યારનુંય વટાવી ચૂક્યું છે.
સિકોયા અમેરિકામાં કૅલિફૉર્નિયા અને નેવાડા રાજ્યમાં પાંચથી સાત હજાર ફૂટની ઊંચાઈએ ઊગનારું વૃક્ષ છે. ત્યાંના “યોસેમિટી', “સિકોયા પાર્ક' વગેરેમાં આવાં બૃહદકાય સિકોયા સંખ્યાબંધ જોવા મળે છે.
અમેરિકાની મારી એક મુલાકાત દરમિયાન ત્યાં રહેતાં મારા પૌત્ર-પૌત્રી અર્ચિત અને અચિરાએ એક દિવસ મારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો : “દાદાજી ! આપણે આવતા શનિ-રવિ “સિકોયા પાર્ક' જઈશું ? અમારા ટીચરે કહ્યું છે. સ્કૂલમાં હમણાં અમને સિકોયા વિશે શીખવવામાં આવ્યું છે.'
આપણે હજુ સિકોયાનું નામ પણ ન સાંભળ્યું હોય ત્યાં આઠ વર્ષનો અચિત અને છ વર્ષની અચિરા અને એમની શાળાના વિદ્યાર્થીઓ સિકોયા વિશે જાણકારી ધરાવતાં હોય એ કેવી આશ્ચર્ય અને આનંદની વાત કહેવાય ! આપણે ત્યાં જ નહિ, બીજા કેટલાયે દેશોમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહિ, મોટી ઉમરના માણસો સુધ્ધાં પોતાના આંગણામાં ઊગેલાં વૃક્ષોનાં નામ જાણતા નથી હોતા, એ પણ આશ્ચર્યની વાત ગણાવી જોઈએ. વૃક્ષો અને વેલડીઓ, પર્ણો અને પુષ્પો, પશુઓ અને પંખીઓ, આકાશના તારા અને ગ્રહો આ બધા વિશે એમનાં નામ જાણવા જેટલી આપણી દરકાર પણ કેટલી બધી ઓછી છે ! પછી પ્રકૃતિ સાથેનું આપણું તાદાભ્ય ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org