________________
૧૭.
હામરફેસ્ટ
પૃથ્વીના ગોળામાં નકશા ઉપર નજર નાખતાં નિહાળવા મળશે કે ઉત્તર ધ્રુવના પ્રદેશમાં યુરોપની ધરતીનો ઉત્તર છેડો નૉર્વેના નૉર્થ કેપ નામના સ્થળે આવેલો છે. નૉર્થ કેપનો અક્ષાંશ છે ૭૧° ૧૦° ૨૧”. નોર્થ કેપ જવું હોય તો હામરફેસ્ટ થઈને જવાય. હામરફેસ્ટનો અક્ષાંશ છે ૭૦° ૩૯' ૪૮”.
નૉર્થ કેપ જવા માટે અમે આલ્ટા(Alta)થી હામરફેસ્ટ (Hammerfest – હેમરફેસ્ટ) બસમાં પહોંચ્યા હતા. બસનો રસ્તો ક્યોર્ડ (Fjord) – ગિરિસમુદ્રના કિનારે કિનારે જતો હતો. બંને બાજુ નાના નાના હિમાચ્છાદિત ડુંગરોની સળંગ હારમાળા અને વચ્ચે ઘેરા ભૂરા રંગના સમુદ્રજલનો સાંકડો સુદીર્ઘ સુશાંત પ્રવાહ. અહીં વૃક્ષો નહિ અને પક્ષીઓનો કલરવ પણ જવલ્લે જ, પ્રકૃતિનું અદ્ભુત સૌન્દર્ય અને વાતાવરણની નીરવતા આપણને ગહન શાન્તિનો અનુભવ કરાવે છે. રમણીયતાનું આકંઠ પાન કરતા હોઈએ ત્યારે વાત કરવાનું મન ન થાય.
જૂન મહિનો એટલે હિમાચ્છાદિત ડુંગરોનો કપરો કાળ. સૂર્યનારાયણ એમને રડાવીને જ જંપે. શ્વેત જટાધારી ડુંગરો ચોધાર (બે આંખોના ચાર ખૂણે) નહિ પણ શતધાર આંસુ વહાવે. ઉત્તર ધ્રુવના આ પ્રદેશમાં સૂર્યને પોતાની પ્રખરતાનો લાભ નથી મળતો, તો એનું સાટું વાળવા ઉનાળામાં એણે પોતાની ફરજ કાળ બમણોચોવીસ કલાકનો કરી નાખ્યો છે. આંસુ સારી સારીને નિસ્તેજ અને શુષ્ક બનેલા ડુંગરો ક્યારેક આકાશમાંથી, ગૌતમ ઋષિના શાપ પછી પશ્ચાત્તાપ અનુભવતા સહસાક્ષ ઇન્દ્રને-વૃષ્ટિના દેવતાને હજાર આંખે થીજેલાં આંસુ (Snow) પોતાના ઉપર વહાવતો જોઈને સહાનુભૂતિપૂર્વક સાંત્વન અનુભવે છે. કેટલાક ડુંગરો પર માત્ર મસ્તકે જ બરફ રહેલો છે. એક ડુંગર ઉપર ધોળા બરફનો આકાર એવો હતો કે જાણે એણે માથે ગાંધીટોપી પહેરી ન હોય ! મનમાં થયું કે “અહો ! ગાંધીજીના સંનિષ્ઠ સ્વયંસેવકો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યા છે ને !'
અમે બપોરે હામરફેસ્ટ પહોંચી ગયા. અહીં વાહનોની અવરજવર નહિ જેવી. પગે ચાલીને જ બધે જવાનું. સામાન ઊંચકીને અમે અમારી હોટેલ રિકા (Ricca)માં પહોંચી ગયા. રૂમમાં સામાન મૂકી સ્વસ્થ થઈ અમે ગામમાં લટાર મારવા નીકળ્યા.
હામરફેસ્ટ દસ હજારની વસ્તીવાળું નાનું ગામ છે. યુરોપની ઉત્તર દિશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org