________________
૧૮
નોર્થ કેપ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' એમ કવિ મેઘાણીએ ગાયું છે તે કેટલું યથાર્થ છે ! ખમીરવંતા સાહસિકોને નવી નવી ભોમકા ખૂંદવાનું મન થયા વગર રહે નહિ. ધરતીમાં એવું કોઈ ગૂઢ ચુંબકીય તત્ત્વ છે કે જે માણસના ચરણને ખેંચી જાય છે. બીજું કોઈ પ્રયોજન ન હોય તો પણ માણસ કેવળ કૌતુકથી પોતાને માટે નવા એવા પ્રદેશ તરફ ચાલતો રહે છે.
યુરોપની ઉત્તરે અસહ્ય ઠંડા પ્રદેશમાં ધરતીનો છેડો ક્યાં આવ્યો છે એ શોધવાની, પદાક્રાન્ત કરવાની લગની કેટલા બધા શોધસફરીઓને લાગી હતી! જ્યાંથી હવે પગે ચાલીને આગળ વધવાનું શક્ય નથી ત્યાં આવીને માણસ ઊભો રહે છે. આ છેડો નૉર્વેમાં, ઉત્તર ધ્રુવપ્રદેશમાં આવેલો છે. એનું ભૌગોલિક માપ છે ૭૧° ૧૦' ૨૧”. એને નૉર્થ કેપ (North Cape - Nordkapp) કહે છે. કેપ એટલે ભૂશિર, સમુદ્રમાં ધરતીનો ફાંટો. અહીંથી હવે અફાટ ઉત્તર ધ્રુવ સમુદ્ર આવેલો છે.
માણસ જ્યારે પોતાનું નગર છોડીને દૂર વિદેશમાં વસે છે ત્યારે વતન અને વિદેશ વચ્ચે એનું હૈયું હીંચકતું રહે છે. પરંતુ પછીથી એની સંતતિ માટે વિદેશ એ જ વતન બની જાય છે. ત્યાં જીવન ગમે તેટલું વિકટ હોય તો પણ ધરતીમાતા સાથે એની આત્મીયતા બંધાઈ જાય છે. એટલે જ આવા અસહ્ય પ્રદેશોમાં માણસો કેમ વસે છે એનું કારણ શોધવા જવું નહિ પડે. વીજળી અને અન્ય સાધનસગવડવાળા આજના યુગમાં શિયાળામાં શૂન્યની નીચે ત્રીસ-ચાલીસ ડિગ્રીવાળા આ પ્રદેશમાં કાયમી વસવાટ કરવાનું બહુ કઠિન નથી, પણ જ્યારે એવાં સાધનસગવડ નહોતાં અને અસ્તિત્વને ટકાવી રાખવાનું પણ જ્યાં કપરું હતું એવા આ પ્રદેશમાં, પુરાતત્ત્વવિદોએ ખોદકામ કરીને મેળવેલા અવશેષોને આધારે જણાયું છે આશરે છ હજાર વર્ષ પૂર્વે અહીંના જુદા જુદા વિસ્તારોમાં માનવ-વસાહત હતી.
ધરતીના કોઈ એક છેડાનું અસામાન્ય લક્ષણ ન હોય તો પણ એવો છેડો પોતે જ એક અસામાન્ય લક્ષણ છે કે જેથી ત્યાં સુધી પહોંચવાનું લોકોને આકર્ષણ રહે છે, પરંતુ નોર્થ કેપની તો પોતાની ભૌગોલિક આકૃતિ જ એટલી વિલક્ષણ છે કે એક વખત જોયા પછીનું એનું વિસ્મરણ થાય નહિ. વળી ઉનાળામાં તો આ મધ્યરાત્રિએ સૂર્ય (સૂર્યોદય નહિ, સૂર્ય તો અહીં ચોવીસે કલાક આકાશમાં હોય છે)નો -- Midnight
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org