________________
નોર્થ કેપ Sunનો પ્રદેશ ગણાય એટલે રોજના સેંકડો પ્રવાસીઓ એ જોવા આવે છે. ભૂતકાળમાં
જ્યારે પ્રવાસ કપરો હતો ત્યારે કેટલાય ખડતલ શોધફરીઓને ખરાબ હવામાનને કારણે પોતાનો પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકવા પડ્યો હતો. આજે સગવડો વધતા નેવું વર્ષનાં ડોસા-ડોસી પણ વ્હીલચૅરમાં નૉર્થ કેપ જવા લાગ્યાં છે.
ગ્રીષ્મ ઋતુમાં નૉર્વેની ઉત્તરે આવેલા છેવાડાના નગર હામરફેસ્ટથી નોર્થ કેપ જવા માટે રોજ સ્ટીમરો ઊપડે છે. પ્રવાસીઓને નૉર્થ કેપ બતાવી પાછા લઈ આવે છે. આખી રાતનો એ કાર્યક્રમ હોય છે; પરંતુ રાત એટલે સૂર્યપ્રકાશવાળી અજવાળી રાત. હામરફેસ્ટથી અમે કટોકટ સમયે સ્ટીમર પકડી હતી. ત્યારે વરસાદ એટલો જોરથી પડતો હતો અને આકાશ એવું ઘેરાયું હતું કે અમને થયું કે નૉર્થ કેપમાં સૂર્યપ્રકાશ નિહાળવાનું અમારા ભાગ્યમાં નહિ હોય. પણ અહીંનાં વાદળાં અધીરાં બહુ. ઘડીકમાં ક્યાંય ભાગી ગયાં. રહી નાની નાની વાદળીઓ. સ્ટીમર આગળ વધતાં સૂર્યપ્રકાશ રેલાયો. જો આવું જ વાતાવરણ રહે તો મધરાતે સૂર્યનાં જરૂર દર્શન થશે એવી અમને આશા બંધાઈ.
આ સ્ટીમરની સફર યાદ રહી જાય એવી હતી. બંને બાજુ કાચની મોટી મોટી બારીઓમાંથી બહારનું દશ્ય બરાબર દેખાતું. બંને બાજુ નાનામોટા ડુંગરો આવતા. કોઈ કોઈને માથે હજુ પણ બરફ રહ્યો હતો. કલાકની સફર પછી અમને એક સ્થળે ઉતારવામાં આવ્યા. ત્યાં અમારા માટે બસો તૈયાર હતી.
| નોર્થ કેપ જે ટાપુ પર આવ્યો છે એનું નામ છે માગરોયો. થોડા ચઢાણ પછી ઉપર ઠેઠ નૉર્થ કેપ સુધી સપાટ પ્રદેશ (Plateau – પ્લેટો) છે. ડુંગરની ધારે ધારે રસ્તો ઉપર જાય છે અને ચઢાણ પછી સપાટ પ્રદેશમાં રસ્તો વચ્ચેથી પસાર થાય છે. પર્યાવરણ જાળવી રાખવા માટે બસનો તેત્રીસ કિલોમીટર જેટલો રસ્તો કાચો જ રાખવામાં આવ્યો છે. ઉપર જઈને જોતાં ચારેબાજુ ખુલ્લું આકાશ, ક્ષણે ક્ષણે બદલાતા રંગો સાથે દેખાય છે. આ નિર્જન પ્રદેશમાં એક પણ વૃક્ષ નથી, અરે, લીલા ઘાસનું તણખલું પણ નથી. જાણે ચંદ્રની સપાટી પર હોઈએ એવું લાગે.
બસમાં અમારી ગાઇડ યુવતીએ નૉર્થ કેપના ઇતિહાસની થોડીક રસિક વાતો કહી.
નૉર્વેનો ઉત્તરનો આ ભાગ ફિનમાર્ક તરીકે ઓળખાય છે. આમ તો આ પ્રદેશ ઘણો દૂર કહેવાય અને ડુંગરો તથા ખીણોને લીધે ઘણો વિકટ પણ ખરો, પણ સમુદ્ર માર્ગે અહીં પહોંચવાનું એટલું દુર્ગમ ત્યારે નહોતું. બહુ પ્રાચીન સમયથી આ બાજુ માનવ-વસવાટ રહ્યા કર્યો છે, કારણ કે અહીં સમુદ્રમાં નીચે ગરમ પાણીનો પ્રવાહ (Wam Gulf Stream) છે. એટલે જીવનનિર્વાહ માટે લોકોને અહીં બારેમાસ સામગ્રી મળી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org