________________
નોર્થ કેપ
૧૧૫ આવી ગયા અને ગળગળા સાદે બોલ્યા, “હે ઈશ્વર ! આજે જો તું અમને બચાવી લેશે તો અમે પકડેલી આ માછલીઓના વજન જેટલી ચાંદીની એક મોટી માછલી. બનાવીને દેવળમાં તને અર્પણ કરીશું.' સદ્ભાગ્યે જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ વાવાઝોડું તરત શાન્ત પડી ગયું અને તેઓ બચી ગયા. ઘરે આવીને તેઓએ માછલીનું વજન કરી, પોતાના સંકલ્પ પ્રમાણે ચાંદીની મોટી માછલી કરાવી અને દેવળમાં વિધિપૂર્વક અર્પણ કરી.
એ જમાનામાં એક જાતિના લોકો બીજી જાતિ પર આક્રમણ કરી લૂંટફાટ ચલાવતા. એક વખત રશિયાની ઉત્તરેથી યૂડ જાતિના પચાસેક લૂંટારા ફિનમાર્ક પર ચડી આવ્યા. ટ્યુન્સ ગામના આ બે ભાઈઓએ, પોતાના સાથીદારો સાથે બહાદુરીપૂર્વક લૂંટારાઓને મારી હઠાવ્યા. મારામારીમાં બાવીસ જેટલા ર્ડ માર્યા ગયા. એનું વેર લેવા મોટી સંખ્યામાં ગ્રૂડ લૂંટારાઓ નાતાલના તહેવારોમાં ટ્યુન્સ નગર પર તૂટી પડ્યા. મોટી લડાઈ થઈ. એમાં બંને ભાઈઓ માર્યા ગયા. સ્થૂડ લૂંટારાઓ બીજી ઘણી સામગ્રી સાથે દેવળમાંથી ચાંદીની માછલી પણ ઉપાડીને રશિયા લઈ ગયા. તેઓએ મોસ્કોના એક દેવળમાં એ માછલી લટકાવી (હવે આ માછલી મોસ્કોના સંગ્રહાલયમાં છે).
કોઈકે ગાઇડને પ્રશ્ન કર્યો કે “નૉર્થ કેપ' એવું નામ કોણે પહેલવહેલું આપ્યું? એણે કહ્યું કે નવમી સદીમાં ઉત્તર નૉર્વેમાં એક સરદાર થઈ ગયો. એનું નામ “ઓટર.” એણે આ બાજુનો દરિયો ખેડ્યો હતો. એક વખત તે ઇંગ્લેન્ડ ગયો ત્યારે એની રોમાંચક વાતો સાંભળવાની રાજા ઓલ્ફડને ઇચ્છા થઈ. રાજદરબારમાં એને નિમંત્રણ મળ્યું. એણે રાજાને પોતાના અનુભવો કહી સંભળાવ્યા. રાજાએ એ બધા લખાવી લીધા. અને પોતાના સંગ્રહમાં મૂક્યા (હવે એ બ્રિટિશ મ્યુઝિયમમાં છે). એણે એ વખતે “નૉર્થ કેપ' શબ્દ પ્રયોજ્યો હતો અને એનું વર્ણન કર્યું હતું. ઓગણીસમી સદીમાં અમેરિકન કવિ હેન્રી લૉગફેલોએ “The Discoverer of North Capc' નામના પોતાના કાવ્યમાં આ ઓટરનો નિર્દેશ કર્યો છે.
ગાઇડે આગળ ચલાવ્યું : ઈ. સ.ના સોળમા સૈકામાં પોર્ટુગલ અને સ્પેને આફ્રિકાના કિનારે થઈ એશિયાના દેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં, ત્યારે તેઓની સાથે સંઘર્ષમાં ન અવાય એ માટે ઇંગ્લેન્ડે ઉત્તરનો દરિયાઈ માર્ગ શોધવાના પ્રયાસો ચાલુ કર્યા. ત્યારે નોર્થ કેપ પાસેના આ સમુદ્રમાં વહાણોની અવરજવર બહુ વધી ગઈ હતી. એ બધાંનો બહુ રોમાંચક ઇતિહાસ છે. પછી તો ડેન્માર્ક પણ એમાં જોડાયું હતું. સર હ્યુજ વિલોબી, રિચર્ડ ચાન્સેલર, સ્ટીફન બરો, વિલિયમ બર, જન સ્ટેફર્ડ, બેરન્ટસ વગેરે દરિયાખેડુ નાયકોએ જાનના જોખમે સફરો કરી હતી. એ વખતે ખરાબ હવામાનનું જોખમ તો ખરું, પણ એક નામચીન ચાંચિયા મેન્ડોન્સાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org