________________
૧૯
મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક
નૈસર્ગિક સૌન્દર્યસમૃદ્ધિથી સભર એવા દેશોમાં ન્યૂઝીલૅન્ડનું સ્થાન મોખરે છે.
નાનામોટા સંખ્યાબંધ ટાપુઓ, સુદીર્ઘ સમુદ્રકિનારો, બારે માસ સમશીતોષ્ણ આબોહવા, હરિયાળાં ખેતરો અને ખુશમિજાજી પ્રજાજનોને કા૨ણે ન્યૂઝીલૅન્ડમાં પ્રવેશતાં જ વાતાવરણ ઉષ્માભર્યું આવકારદાયક લાગે છે. ન્યૂઝીલૅન્ડ ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ જાપાન જેવડો દેશ છે, પરંતુ જાપાનમાં એટલા પ્રદેશમાં આશરે અગિયાર કરોડ માણસો વસે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડમાં ફક્ત પાંત્રીસ લાખ જેટલી વસતિ છે. એના ઉપરથી ન્યૂઝીલૅન્ડમાં જગ્યાની મોકળાશ કેટલી બધી હશે તેનો ખ્યાલ આવશે. એટલે જ બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય જ્યારે ઝળહળતો ત્યારે અનેક બ્રિટિશ નાગરિકો પોતાનું શેષ નિવૃત્ત જીવન શાંતિથી પસાર કરવા ઇંગ્લૅન્ડ છોડીને પોતાના સંસ્થાન ન્યૂઝીલૅન્ડમાં આવીને વસતા હતા. એમના વંશજો અને સ્થાનિક આદિવાસી જાતિના માઓરી લોકો સુમેળથી ત્યાં રહે છે. અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત, અન્ય દેશો સાથે વેરવિરોધ વિનાના સુખી દેશોમાં ન્યૂઝીલૅન્ડની ગણના થાય છે. ગરીબી, બેકારી, ગંદકી, ગુનાખોરી, પ્રદૂષણ વગેરેનું પ્રમાણ ત્યાં નહિવત્ છે. એટલે જ કિવી નામના વિલક્ષણ પક્ષીના દેશ તરીકે ઓળખાતા ન્યૂઝીલૅન્ડ તરફ વિદેશી પ્રવાસીઓનો ધસારો રહે છે.
અમારી એક મંડળીનો પ્રવાસ સિંગાપુર, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનો ગોઠવાયો હતો. ન્યૂઝીલૅન્ડમાં વિવિધ સ્થળે ફરીને અમે એના દક્ષિણ ટાપુમાં ક્વીન્સ ટાઉનમાં આવ્યા હતા. અહીંથી હવે અમારે હજુ પણ દક્ષિણે મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ ફૂંક જવાનું હતું.
ક્વીન્સ ટાઉન હમણાં હમણાં ‘બન્જી જંપિંગ' જેવી સાહસિક રમતો માટે જાણીતું થયું છે. બન્જી જંપિંગ એટલે બે પગે સ્થિતિસ્થાપક દોરડું બાંધીને સો-બસો ફૂટ ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અધ્ધર રહેવાય અને માથું ભટકાય નહિ. નીચે પડીને ઊંધે માથે લટક્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. બન્ધ જંપિંગ માટે અમારી મંડળીમાંથી એટલાં બધાં યુવક-યુવતીઓએ નામ નોંધાવ્યાં કે અડધા જેટલા બાકી રહેલા સભ્યોએ બીજે દિવસે મિલ્ફર્ડ સાઉન્ડ જોવાનું જતું કરીને એક વધુ દિવસ ક્વીન્સ ટાઉનમાં રોકાવાનું પસંદ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org