________________
મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક
૧૨૧ અમે બીજા બધાએ ક્વીન્સ ટાઉનથી વહેલી સવારે નીકળી મિલ્ફર્ડ સાઉન્ડ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ટિ આનો (TE ANAU – ટે આનાઉ) નામના સ્થળે
ક્યોર્ડલેન્ડ' નામની હોટેલમાં સામાન મૂકી, ચા-નાસ્તો કરી અમે આગળ વધ્યા. અહીં રસ્તાની બન્ને બાજુ લીલાંછમ ઘાસિયાં ખેતરોમાં હૃષ્ટપુષ્ટ ઘેટાંઓ પોતપોતાના બાંધેલા વાડામાં લહેરથી ચરતાં હતાં. અહીં વચ્ચે વચ્ચે કેટલાય માઈલ સુધી કોઈનું ઘર દેખાય નહિ. આ પ્રદેશમાં જમીનની આટલી બધી છૂટ જોઈને આપણને આશ્ચર્ય થાય.
આગળ જતાં બંને બાજુ ડુંગરાઓની હાર આવી. મોટાં મોટાં વૃક્ષો દેખાયાં. એમાં ઊંચાં સીધાં સૂકાં પોપ્લર વૃક્ષોની હાર હતી, તો ક્યાંક હારબંધ ઉગાડેલાં પાઈન વૃક્ષો હતાં. કોઈક કોઈક વિશાળ ખેતરમાં છેવાડે માલિકનું નાનું ઘર હતું, પણ કોઈ બહાર હરતું ફરતું દેખાય નહિ, કહ્યાગરાં ઘેટાંઓ માલિકનો એટલો શ્રમ બચાવતાં હતાં. અહીંના રબારીઓ એટલે શ્રીમંત વેપારીઓ. બેઠાં બેઠાં ઘણું કમાય.
રસ્તામાં એક સ્થળે અમારી બસ ઊભી રાખવામાં આવી. એ સ્થળનું નામ દર્પણ સરોવર' (Mirror Lake) છે. બસમાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત ઠંડી હતી અને આછા ધુમ્મસ જેવું વાતાવરણ હતું. એને લીધે બોલતી વખતે દરેકના મોઢામાંથી ધુમાડા નીકળતા હતા. સિગારેટ પીધા વગર સિગારેટના જેવા ધુમાડા કાઢવાનો આનંદ માણી શકાયો. થોડીવાર હવા મોઢામાં રોકી રાખી ગાલ ફુલાવીને પછી ઘટ્ટ ધુમાડાની લાંબી સેર પણ કાઢી શકાય. આ દર્પણ સરોવરની વિશિષ્ટતા એ છે એના સ્વચ્છ, સ્થિર પાણીમાં પાછળનાં ડુંગરાઓ, વૃક્ષો, આકાશ વગેરેનું ઊંધું સુરેખ પ્રતિબિંબ એટલું રમણીય લાગે છે કે ત્યાંથી ખસવાનું મન ન થાય. જલમાં આટલું બધું લાંબું પહોળું પ્રતિબિંબ જવલ્લે જ જોવા મળે. એ જોવા માટે ગીચ ઝાડીમાં ખાસ લાંબી કેડી બનાવેલી છે. મિરર લેક નિહાળી અમે એક ખીણના વિશાળ સપાટ પ્રદેશમાં પ્રવેશ્યા. બંને બાજુ સૂકા ઘાસનાં મેદાનો અને દૂર ડુંગરોની હારમાળા હતી. ત્યાં મિલ્ફર્ડ સાઉન્ડનો રસ્તો ટૂંકો કરવા માટે એક લાંબું બોગદું કરવામાં આવ્યું છે. એ હોમર ટનલમાંથી અમે પસાર થયા કે ત્યાં થોડી વારમાં મિલ્ફર્ડ સાઉન્ડ આવી ગયું.
માણસ એકલો જ્યાં સરળતાથી ન જઈ શકે એવાં રમણીય પ્રવાસસ્થળોના પ્રવાસ માટે પ્રવાસ કંપનીઓ વિવિધ પ્રકારની સગવડો ઊભી કરે છે. મિલ્ક સાઉન્ડના બંદરેથી મોટી મોટી સ્ટીમરો સહેલાણીઓને લઈને સાઉન્ડના પાણીમાં ધીરે ધીરે મોટું ચક્કર મરાવે છે.
અંગ્રેજી “સાઉન્ડ' (sound) શબ્દ વિશિષ્ટ ભૌગોલિક રચના માટે વપરાય છે (આપણા ભારતમાં આવા સાઉન્ડ નથી). પ્રકૃતિનાં બધાં જ ભૌગોલિક સ્વરૂપો માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org