________________
૧૩૭
ઇસ્તંબુલ-કોન્સેન્ટિનોપલ “જિંદાન-હાન' મને ગમી ગયું. “જિંદાન' એટલે જેલ અને “હાન' એટલે રેસ્ટોરાં. જૂના વખતની જેલના ખાલી પડેલા મકાનને મરામત અને રંગરોગાન કરાવીને રેસ્ટોરાં તરીકે એનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે એનું નામ પણ એવું જ રખાયું છે.
હવે અમારો કાર્યક્રમ ‘તોપકાપી' (Topkapi) નામનો રાજમહેલ જોવા જવાનો હતો. આ રાજમહેલ એટલે કોઈ એક મોટી ઊંચી ઇમારત નહિ, પણ સેંકડો કમરાઓમાં પથરાયેલી, ઉદ્યાનો સહિત ચાર કોટ-દરવાજાવાળી વિસ્તૃત રચના. એના પ્રથમ દરવાજે તોપો હતી એટલે લોકોએ જ રાજમહેલનું નામ “તોપકાપી” પાડી દીધું હતું. દુનિયાના પ્રસિદ્ધ ઐતિહાસિક રાજમહેલોમાં તોપકાપીની ગણના થાય છે.
ટોમાન સુલતાનોએ લગભગ ચારસો વર્ષ તુર્કસ્તાન પર સુપેરે શાસન ચલાવ્યું, કારણ કે બહુ વ્યવસ્થિત રીતે એ ચાલ્યું હતું. સુલતાનના દીકરાના દીકરાઓ અને એમના દીકરાઓ એમ ચારપાંચ પેઢી સુધી એક વટવૃક્ષની જેમ વિશાળ સંયુક્ત કુટુંબમાં તેઓ સંપથી રહ્યા હતા. દરેકને વહીવટ – દેખરેખ અને સુરક્ષા માટે અમુક જુદા જુદા પ્રદેશો સોંપાયેલા હતા. તેઓ બધા મહેલમાં આવે ને જાય. એમનું વ્યવસ્થાતંત્ર બહુ સઘન અને કાર્યક્ષમ હતું.
મહેલના “ઓર્તાકાપી' નામના મધ્ય ભાગમાં કચેરીઓ હતી. ત્યાંથી સમગ્ર સામ્રાજ્યનો વહીવટ થતો. અહીં બીજા એક વિભાગમાં જનાનખાના છે, જેમાં એકસોથી અધિક કમરાઓ છે. દરેક કમરાની સજાવટ અનોખી. જનાનખાનાની સાચવણી માટે, પ્રાચીન ભારતમાં પ્રથા હતી તેમ, કંચુકીઓ(Eunuchs)ની નિમણૂક થતી. રાજમહેલમાં એક વિભાગ બાળકોની સુન્નત માટે રાખવામાં આવ્યો હતો.
આ રાજમહેલમાં બધાંનાં શયનગૃહ, સ્નાનાગાર વગેરેમાં ઘણી સગવડો કરવામાં આવી હતી. સુલતાનના પોતાના સ્નાનાગારમાં કપડાં બદલવાની, તેલમાલિસ કરવાની, ઠંડા-ગરમ પાણીના ફુવારા અને હોજની વ્યવસ્થા, એ જમાનાની અપેક્ષાએ આશ્ચર્ય પમાડે એવી હતી. સુલતાનની જેમ પ્રજાજનો માટે પણ જાહેર સ્નાનાગાર તુર્કસ્તાનમાં હતા. સ્નાનકલાને તુર્કોએ બહુ વિકસાવી હતી. એટલે “ટર્કિશ બાથ', ટર્કિશ ટોવેલ' જેવા શબ્દો પ્રચલિત થઈ ગયા હતા.
આ રાજમહેલમાં ત્રણસોથી વધુ પરિવારના સભ્યો ઉપરાંત દાસદાસીઓ, ચોકીદારો, સૈનિકો, મહેમાનો, વેપારીઓ એમ બધાં માટે રોજ રસોઈ થતી. એ માટે ભોજનશાળાના ઘણા જુદા જુદા ખંડો હતા જે આજે પણ જોઈ શકાય છે. દરેક વિભાગની રસોઈ જુદી થાય. અમને એક રસોડું બતાવવામાં આવ્યું કે જે સો વર્ષનાં દાદીમા-બેગમ માટે અલાયદું હતું.
તોપકાપી મહેલ પોતે જ અભ્યાસનો એક મોટો વિષય છે. એના ઉપર સ્વતંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org