________________
૧૩૮
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સચિત્ર પુસ્તકો લખાયાં છે. ચાર-પાંચ પેઢી સુધી એક જ પરિવારના સભ્યો, સંયુક્ત કુટુંબની પ્રથા પ્રમાણે કેવા સંપથી રહ્યાં હશે એનું જ્વલંત ઉદાહરણ ‘તોપકાપી મહેલ” પૂરું પાડે છે.
મહેલ જોઈને સાંજે હોટેલ પર આવી, સ્વસ્થ થઈને અમે સંગીતની એક મહેફિલમાં ગયા. ઇસ્તંબુલની એક ક્લબમાં રોજ વિદેશના પ્રવાસીઓ માટે ભોજન અને સંગીતનો કાર્યક્રમ યોજાય છે. અમે બધા પ્રવાસી-મહેમાનો પોતપોતાના જૂથમાં નિશ્ચિત કરેલા ટેબલ આસપાસ ગોઠવાયા. પીણાં અને ભોજનની વાનગીઓ પીરસાતી રહી અને રંગમંચ પરથી એક પછી એક ગીતો, ઘણાં બધાં વાજિંત્રો સાથે મુખ્ય ગાયક કે ગાયિકા અથવા સમગ્ર ગાયકવૃંદ હાથમાં છૂટું માઇક રાખી ફરતાં ફરતાં ગાતાં જતાં હતાં. જે જે દેશનાં નામ બોલાય તે તે દેશના પ્રવાસી મહેમાનો ઊભા થાય, તેઓને જોરદાર તાળીઓથી વધાવવામાં આવે અને તે પછી તે તે દેશનાં ફિલ્મી અને બીજાં મશહૂર ગીતો ગવાતાં જાય. એમાં યુરોપના દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, કોરિયા વગેરે ત્રીસથી અધિક દેશોનાં તે તે ભાષાનાં ગીતો મુખ્ય ગાયકે પહાડી અવાજે, હાથમાં કાગળ રાખ્યા વિના, મોઢે ગાયાં. ભારતનાં ગીતોમાં રાજકપૂરનાં ચલચિત્રોનાં “મેરા જૂતા હૈ જાપાની”, “મેરા નામ રાજુ' વગેરે ગીતો એવી સરસ રીતે ગાયાં, કે મૂળ ગાયકની ખોટ ન વરતાય. આ બધાં ગીતોમાં ઇસ્તંબુલ – કોસ્ટેન્ટિનોપલ' ગીત પણ મને ઘણાં વર્ષે સાંભળવા મળ્યું. ઊંચા, ભરાવદાર મૂછો અને એવા જ શરીરવાળા હસમુખા ગાયકના લહેકા અને ગીતોની સજ્જતા માટે બધાંને બહુ માન થયું અને પ્રત્યેક ગીતે બહુ તાળીઓ પડી. અહીં જાણે વિશ્વબંધુત્વની ભાવનાનું વાતાવરણ સર્જાયું હતું. આ મહેફિલનો અમને એક અનોખો અનુભવ થયો.
બીજે દિવસે સવારે બોટમાં અમે બોસ્પોરસની સહેલગાહે નીકળ્યાં. આ સામુદ્રધુનીના બંને કિનારે આવેલી ઐતિહાસિક ઇમારતોનો પરિચય કરાવાતો ગયો. અમે ત્રીસેક કિલોમીટર દૂર તારાબિયા નામના નગર સુધી ગયા. સરમુખત્યાર કમાલ પાશાનો સમૃદ્ધ મહેલ અમે જોયો. સમુદ્રકિનારે એ એક આલીશાન ઇમારત છે.
બોટમાં પાછા ફરીને અમે ઇસ્તંબુલ બંદરે ઊતર્યા. અહીં પાસે જ બજારમાં મીઠાઈ-મેવાની હારબંધ દુકાનો છે. તુર્કસ્તાન એટલે પિસ્તાંનો દેશ. તુર્કસ્તાન, ગ્રીસ વગેરે દેશમાં ફળદ્રુપ જમીન, માફકસર વરસાદ અને તડકો તથા અનુકૂળ હવામાનને કારણે પિસ્તાનાં વૃક્ષો બહુ છે અને પ્રતિવર્ષ પિસ્તાંનો મબલખ પાક થાય છે. એટલે પિસ્તાં અહીં સસ્તાં મળે છે. અહીં દુકાનોની બહાર પિસ્તાં ભરેલા ખુલ્લા કોથળા મૂકવામાં આવ્યા હતા. બહાર ઊભેલા દુકાનોના સેલ્સમેનો ઘરાકોને પોતાની દુકાન તરફ ખેંચવા માટે બૂમાબૂમ કરતા હતા. અમારે પિસ્તાં ખરીદવાં હતાં. એક દુકાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org