________________
૨૦
ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ
અલાસ્કા એટલે અમેરિકાનાં રાજ્યોમાં એક એવું રાજ્ય કે જે નકશામાં જો જોઈએ તો જાણે સાંધો કરીને જોડેલું હોય એવું લાગે. વસ્તુત: એ ઝાર રાજાના વખતમાં રશિયાનો જ નકામો પ્રદેશ હતો, પણ અમેરિકાએ ઈ.સ. ૧૮૯૭માં ડહાપણપૂર્વક બોતેર લાખ ડૉલરમાં રશિયા પાસેથી, આશરે છ લાખ ચોરસ માઈલ જેટલો એ પ્રદેશ ખરીદી લીધો હતો. ઉત્તર ધ્રુવ તરફના આ અસહ્ય ઠંડા પ્રદેશમાં એસ્કિમો ઉપરાંત એલ્યુઇટ, ટિલિંગિટ, હાઇડા, આથાબાસ્કન્સ વગેરે જાતિઓ વસેલી છે.
અમેરિકનોનો અલાસ્કામાં વસવાટ તો બીજા વિશ્વયુદ્ધ પછી સવિશેષ રહ્યો. જાપાન જેવા નાનકડા દેશે અમેરિકાના પર્લ હાર્બર પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકા ચોંકી ઊઠ્યું. અલાસ્કામાં લશ્કરની હેરફેર માટે તાબડતોબ રસ્તાઓ બનાવવાની અનિવાર્યતા ઊભી થઈ. ૧૯૪રમાં કાળા સૈનિકોની એક આખી રેજિમેન્ટ રસ્તાઓ બનાવવામાં કામે લાગી ગઈ. તાપમાનનો પારો શૂન્યની નીચે ૪૦ ડિગ્રીથી ૫૦ ડિગ્રી જેટલો હોય એવા શિયાળાના દિવસોમાં તંબુઓમાં રહીને સૈનિકોએ સાડાઆઠ મહિનામાં કુલ પંદરસો માઈલ જેટલા રસ્તાઓ બાંધી દીધા હતા.
અમે ૧૯૯૨માં અમેરિકામાં હતા ત્યારે ત્યાં રહેતા અમારા પુત્ર અમિતાભને અમને અલાસ્કા બતાવવાની ઘણી હોંશ હતી. અમે એન્કરેજથી ઠેઠ પોઇન્ટ બેરો સુધી જવાના હતા. પ્રવાસનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે અમિતાભે પૂછયું, “પપ્પા, ફેરબૅક્સમાં આપણે હોટેલમાં રહેવું છે કે કોઈના ઘરે ?'
મેં કહ્યું, “કોઈના ઘરે રહેવાનું મળતું હોય તો વધુ સારું. એ સસ્તું પડે એ તો ખરું, પણ ઘરે રહેવાથી ત્યાંના લોકોની રહેણીકરણીનો પણ કંઈક ખ્યાલ આવે.”
પાશ્ચાત્ય જગતમાં કેટલાય નિવૃત્ત માણસો પોતાના ઘરે પ્રવાસીઓને ઉતારો આપીને થોડીક કમાણી કરે લે છે. કયૂટરમાં તપાસ કરીને અમિતાભે કહ્યું, ફેરબૅક્સમાં જે કેટલાંક ઘરો ઉતારો આપે છે એમાં એક નેન્સી (નાન્સી) હોમબર્ગ નામની મહિલાનું ઘર છે. એ કદાચ આપણને ફાવે એવું છે. એમણે લખ્યું છે કે પોતે શાકાહારી છે અને સવારનાં ચાપાણી-નાસ્તામાં ફક્ત શાકાહારી વાનગીઓ જ આપે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org