________________
ફેરબૅક્સનાંનેન્સી હોમબર્ગ
૧૨૭ નેન્સીનું ઘર નક્કી થતાં ઈ-મેઇલથી તારીખો જણાવાઈ અને તે મંજૂર થયાનો જવાબ પણ આવી ગયો.
અમે અલાસ્કાના મુખ્ય મોટા શહેર એન્કરેજ પહોંચ્યા. ત્યાં ગાડી ભાડે લઈને બધે ફર્યા. ત્યાર પછી ફેરબેક્સ જવા રવાના થયા. ફેરબૅક્સ અલાસ્કાનું એન્કરેજ પછીનું બીજું મોટું શહેર. અલાસ્કાના પર્વતીય પ્રદેશમાં સપાટ ધરતી ઓછી અને વસ્તી પણ ઓછી. ઉત્તર ધ્રુવવર્તુળની નજીક, આશરે ૬૦ ડિગ્રી અક્ષાંશ પર આવેલા ફેરબૅક્સની વસ્તી લગભગ ત્રીસ હજારની, પણ એવી છૂટીછવાઈ કે રસ્તા ક્યાંય ભરચક દેખાય નહિ. અલાસ્કાની ઉત્તરે આવેલું આ છેલ્લું મોટું શહેર. અહીંથી હવે પર્વતો, ઠરેલા જવાળામુખીઓ, કાદવિયા ખીણોનો પ્રદેશ શરૂ થાય, જે શિયાળામાં બરફથી બધો છવાઈ ગયો હોય. અહીં ઉનાળામાં રાતના બે વાગ્યા સુધી અજવાળું હોય અને પછી કલાક અંધારું થાય, પણ તે મોંસૂઝણા જેવું.
અમે એન્કરેજથી નીકળ્યા. રસ્તામાં નિનાના અને “તનાનાનામની નદીઓનાં બોર્ડ વંચાયાં, પણ ઝરણાં જેવી નાની નદી જોવી હોય તો ગાડી ઊભી રાખીને, ઝાડીમાં જઈને શોધવી પડે. એન્કરેજથી ફેરબૅક્સનો દ્વિમાર્ગી રસ્તો કેટલો વિશાળ હતો ! પણ બસો-અઢીસો કિલોમીટર જતાં અમને આખે રસ્તે એક પણ મોટરકાર જોવા મળી નહિ. ચોવીસ કલાક ગાડીઓથી ધમધમતા અમેરિકાના રસ્તાઓને ગાડીઓનો વિરહકાળ હોતો નથી. પણ ઉત્તર અલાસ્કામાં એથી ઊંધું છે. જોકે હવે ધીમે ધીમે ત્યાં પણ પ્રવાહ વધવા લાગ્યો છે.
ફેરબેન્કસ નજીક આવતું જણાયું એટલે અમિતાભે કાગળ કાઢીને કઈ દિશામાં ક્યાં જવાનું છે તે જોઈ લીધું. ઘણાં પાશ્ચાત્ય શહેરોમાં રસ્તામાં ગાડી ઊભી રાખીને પૂછવાની પ્રથા નથી અને પૂછવું હોય તો પગે ચાલતા માણસો નથી. કોઈના ઘરે જવું હોય તો ડાયરેકશન પૂછી લેવી પડે અને ન સમજાય તો ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર જઈને તપાસ કરવી પડે.
નેન્સીનું ઘર એના નદીના કિનારે હતું એટલે અમે ચેના નદીનું બૉર્ડ આવતાં એ દિશામાં ગાડી વાળી. આપેલી નિશાની પ્રમાણે અમે નેન્સીના ઘર પાસે આવી પહોંચ્યા. બહાર બગીચો સરસ હતો, પણ મકાન જૂનું, ગઈ સદીનું હોય એવું લાગ્યું. ફાવશે તો રહીશું, નહિ તો હોટેલમાં ચાલ્યા જઈશું એવો ભાવ મનમાં આવી ગયો. ઘંટડી દબાવતાં એક શ્વેતકોશી પ્રૌઢ મહિલાએ ઘર ઉઘાડ્યું. તેમણે સસ્મિત કહ્યું, “હું નેન્સી હોમબર્ગ. આવો... તમારી જ રાહ જોતી હતી.' અમારો ઉતારો વ્યાવસાયિક ધોરણે હતો, પણ નેન્સીના અવાજમાં સ્વજન જેવો આવકારભર્યો ઉમળકો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org