________________
ફેરબૅન્કસનાં નેન્સી હોમબર્ગ
૧૩૧ “પક્ષીઓના જે અભ્યાસી હોય એને તરત ખબર પડે, પણ તમને એનાં બચ્ચાં દેખાય છે ?”
“ના.” તમારી આંખ ધીમે ધીમે ઘુવડની આંખ સુધી લઈ જાઓ.’
મેં ઘુવડની આંખ પાસે મારી આંખ રાખી. ક્ષણવાર પછી આંખ સ્થિર થઈ ત્યારે ઘુવડની મોટી આંખોના પારદર્શક કાચમાંથી જોતાં અંદર ઘુવડનો માળો અને એમાં બે બચ્ચાં દેખાયાં. તરત મારા મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા, “વાહ વાહ, અદ્દભુત !” કારીગરે આંખોની બખોલ સાચવીને ઘણી ઊંડી કોતરી છે. પછી માળા જેવી રચના કોતરી છે અને ત્યાર પછી બે નાનાં બચ્ચાં અંદર સરકાવીને, ગોઠવીને આંખોને કાબરચીતરા પણ પારદર્શક કાચથી મઢી લીધી છે. કલાકારો પણ પોતાની કલ્પનાશક્તિ કેવી સરસ ચલાવે છે ! અમે વારંબર એ બચ્ચાં જોયાં કર્યાં.
- નેન્સીએ બીજા એક કબાટમાં ગોઠવેલી એક મૂર્તિ બતાવી. બદામી રંગના આરસમાંથી કંડારેલી દશેક ઇંચ જેટલી એ મૂર્તિ બતાવતાં નેન્સીએ કહ્યું : “હનુમેન.” અરે ! આ તો હનુમાનજી. એ મૂર્તિ જોઈને અમને નેન્સી પ્રત્યે આદરભાવ થયો. એમાં વળી એમણે જ્યારે કહ્યું કે આ શક્તિ અને સંરક્ષણના દેવમાં – The God of Power and Protectionમાં – પોતાને શ્રદ્ધા છે અને પોતે રોજ દર્શન કરે છે ત્યારે અમારો આદરભાવ વિશેષ વૃદ્ધિ પામ્યો. એમને રામાયણની કથાની ખબર હતી.
એક કબાટમાં નેન્સીએ કેસેટ, ડિસ્ક વગેરે બતાવ્યાં. પોતાને માટે ઉપર જુદું ટી.વી. રાખ્યું છે. ટી.વી. પર આવતા મનગમતા કાર્યક્રમોની કેસેટ પોતે ઉતારી લે છે. શિયાળામાં જ્યારે કોઈની અવરજવર ન હોય ત્યારે પુસ્તકો વાંચવાં અને કેસેટો જોવી એમાં સમય પસાર થઈ જાય છે. ઘરની બહાર ત્યારે નીકળી શકાય નહિ. પારો શૂન્યની નીચે ૬૦ ડિગ્રીથી ૭૦ ડિગ્રી સુધી ઊતરી જાય છે. રોજ દસ પંદર ઇંચ જેટલો બરફ પડે. ઘરની બહાર બરફની ઊંચી દીવાલ થઈ જાય. બહાર જવું હોય તો બરફ જાતે ખોદવો પડે અથવા ફોન કરીને માણસો બોલવવા પડે. ખાદ્ય સામગ્રી ભરી લીધી હોય એટલે ત્રણ મહિના ઘરની બહાર જવાની જરૂર નહિ. પછીના દિવસોમાં રોજ એક વખત ગાડી ચલાવીને બહાર જઈ આવે. પ્રવાસીઓ ન હોય ત્યારે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જઈને વાંચે અથવા એન્કરેજ બાજુ આંટો મારી આવે.
તમે એકલાં છો તો ઘરમાં કૂતરો રાખતાં હો તો !”
એ શક્ય નથી. અહીં માંસાહાર વગર કૂતરાં જીવી ન શકે. હું જન્મથી શાકાહારી છું. મારાં મારાં માતાપિતા શાકાહારી હતાં. એટલે કૂતરો પાળવાનું ગમે બહુ, પણ પોસાય નહિ. તમને ભારતમાં શાકાહારી કૂતરાં મળે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org