________________
૧૩૦
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કદાવર ભેંસનું શબ પાસેના ધ્રુવપ્રદેશના બરફમાંથી ખોદકામ કરતાં મળી આવ્યું હતું.
જ્યારે શબ મળ્યું ત્યારે એનાં લોહીમાંસ એવાં જ તાજાં હતાં, જાણે કે થોડી વાર પહેલાં જ મૃત્યુ પામી ન હોય ! પરંતુ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને જણાવ્યું કે ભેંસનું શરીર ઓછામાં ઓછું પાંચ હજાર વર્ષ જૂનું છે. દૂરથી કોઈ એસ્કિમોએ કરેલા ઘાતક પ્રહારની નિશાની એના શરીર પર દેખાતી હતી. ત્યાં લોહી થીજી ગયું હતું. બરફના તોફાનને લીધે એસ્કિમો ભાગી ગયા હશે અને ભેંસ મરીને ત્યાં બરફમાં દટાઈ ગઈ હશે. એમ કરતાં હજારો વર્ષ પસાર થઈ ગયાં હશે. આવી રીતે કુદરતી બરફમાં દટાયેલું શબ એવું ને એવું જ રહે છે, એને Permafrost કહે છે.
ફેરબૅક્સમાં ચૂકવા ન જેવો એક અનુભવ તે ઉત્તર ધ્રુવપ્રદેશનાં ચલચિત્રો જોવાનો છે. અમે એક ચલચિત્ર જોયું. એમાં એકસાથે બાજુબાજુમાં રાખેલા ત્રણ પડદા પર એવાં દૃશ્યો બતાવવામાં આવ્યાં કે જાણે આપણે સાક્ષાત્ હેલિકૉપ્ટરમાં બેસીને નજીકથી જોતા હોઈએ. હેલિકોપ્ટર એવા અચાનક વળાંક લે કે પડી જવાની બીકે આપણે ખુરશીનો દાંડો પકડી લઈએ. દિલ ધડક ધડક કરે એવું આ ચલચિત્ર જોવાનું કાચાપોચાનું કામ નહિ, હૃદયરોગના દર્દીઓએ આ ન જોવું એવી ચેતવણી બહાર લખેલી જ હતી. બીજું એક Northern Lights નામનું ચલચિત્ર જોયું. એમાં ધ્રુવરાત્રિમાં આકાશમાં જોવા મળતા ભૂરા-લીલા પ્રકાશના બદલાતા જતા લિસોટાઓ (Aurora Borealis) જાણે સાક્ષાત્ જોતા હોઈએ એવો અનુભવ થયો.
સાંજે અમે ઘરે પાછા ફર્યા. નેન્સી સાથે અગાઉથી વાત થઈ ગઈ હતી તે મુજબ હાથે રસોઈ બનાવવા માટે અમે સાથે દાળ, ચોખા, લોટ, મરીમસાલા લીધાં હતાં. મારાં પત્નીએ ગુજરાતી રસોઈ બનાવી તે નેન્સીને બહુ ભાવી. જમતાં પહેલાં અમે પ્રાર્થના કરી એમાં પણ તેઓ જોડાયાં.
ફેરબૅક્સથી અમે એક દિવસ દેનાલી પાર્ક અને એક દિવસ પૉઇન્ટ બેરો જઈ આવ્યા. નેન્સી સાથે અમારે સ્વજન જેવી આત્મીયતા થઈ ગઈ. તેઓ ઘરમાં ઉપરના માળે રહેતાં હતાં. એક વખત તેઓ પોતાના ઘરમાં લઈ ગયાં. ઉપરનું ઘર તે વળી બીજું સંગ્રહસ્થાન જોઈ લ્યો ! એક જોઈએ અને એક ભૂલીએ એવી કલાકૃતિઓ હતી. ત્યાં પણ જાતજાતનાં ઘુવડ. ઘુવડના રંગ જેવા રંગના પથ્થરમાંથી કંડારેલું એક સરસ મોટું ઘુવડ બતાવીને નેન્સીએ પૂછ્યું, ‘આ કેવું લાગે છે ?”
“સરસ, જાણે જીવતું ઘુવડ જોઈ લ્યો.' “આ માદા ઘુવડ છે.” એમ? અમને એમાં ફરક શો છે તે ખબર ન પડે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org