________________
૧૩૨
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ નેન્સીના ઘરે ચાર દિવસ તો જોતજોતામાં પૂરા થઈ ગયા. જાણે મહિનાઓથી રહેતા હોઈએ અને વર્ષોનો સંબંધ હોય એવું લાગ્યું. સમયનું બંધન ન હોત તો થોડા દિવસ વધુ રોકાવાનું ગમે એવું હતું.
અમે હિસાબ ચૂકવીને સામાન સાથે તૈયાર થયા. નેન્સીએ એક જાડો ચોપડો અમારી સમક્ષ ધર્યો - નામ, સરનામું અને ટૂંકા અભિપ્રાય માટે. દસ વર્ષથી આ ચોપડો ચાલે છે. કેટલા બધા દેશ-વિદેશના પ્રવાસીઓ એમને ઘેર રહી ગયા છે ! આ ચોપડાએ આપણાં તીર્થસ્થળોના પંડાઓની યાદ અપાવી. નેન્સીનું ઘર અમારા માટે તીર્થસ્થળ જેવું બન્યું. અમે અભિપ્રાય લખ્યો : એક વિરલ અભુત અનુભવ.
ઘર છોડતી વખતની અમારી પ્રાર્થનામાં નેન્સી પણ જોડાયાં. એમની ભાવભીની વિદાય લઈ અમે વાલ્ટિઝના રસ્તે ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org