________________
૯૯
ખાષ્ટ્રમ લે છે. કેટલાંક મુસલમાન કુટુંબોમાં સાંજનું વાળુ રાતના દસ-અગિયાર-બાર વાગે લેવાય છે. રમઝાનના દિવસો બહુ આકરા ન લાગે માટે તો આવી ભોજનપ્રથા નહિ પ્રચલિત થઈ હોય ને ?
ખાષ્ટ્રમમાં આશરે સવાસો જૈન કુટુંબો છે. અમારા આગમનના સમાચાર મળતાં જ મિલન-વ્યાખ્યાનના કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા. ત્યાંના લોકોએ પહેરવેશ, ભાષા, રહેણીકરણી, રીતરિવાજ, ધર્મસંસ્કાર ઇત્યાદિમાં પોતાનાં મૂળ સાચવી રાખ્યાં છે એ જોઈને આનંદ થયો.
| ખાટ્ટમમાં કામકાજ પૂરું થતાં અમારે નાઇરોબી પાછા ફરવાનું હતું. ફલાઇટ રાતના ત્રણ વાગ્યાની હતી, પરંતુ મોડી રાતે નીકળવાનું સલાહભર્યું નહોતું. એટલે અમે એરપોર્ટ પર બહુ વહેલા જઈને બેસી ગયા હતા. નાનું એરપોર્ટ, ગિરદીનો પાર નહિ, કાર્યદક્ષતા ઓછી અને સામાન ચોરાતાં વાર નહિ. વિમાનમાં પોતાની બેઠકમાં બેસતાં સુધીમાં કોઈ ગૂંચ ઊભી ન થઈ એનો રાહતભર્યો આનંદ પણ અમને ઓછો નહોતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org