________________
૧૩
ટ્રસ્સોથી આલ્ટા
યુરોપની ઉત્તરે, ઉત્તર ધ્રુવવર્તુળ(આર્કટિક સર્કલ)માં આવેલા દેશોમાં નૉર્વે એક લાક્ષણિક દેશ છે. નકશામાં એના સમુદ્રકિનારાની લીટી અતિશય વાંક-વળાંક અને ખૂણાખાંચરાવાળી જોવા મળે છે. એનો ઉત્તરીય સમુદ્ર સાહસિકોને હંમેશાં પ્રલોભન આપતો રહ્યો છે. નૉર્વે એટલે પર્વતોનો પ્રદેશ અને પર્વતો વચ્ચેની લાંબી લાંબી ખીણોમાં અનાદિ કાળથી ઘૂસી ગયેલાં સમુદ્રનાં ખારાં પાણીનો પ્રદેશ. આવી કુદરતી રચનાને ક્યોર્ડ (Fjord) – ગિરિસમુદ્ર કહેવામાં આવે છે અને નોર્વે ક્યોર્ડના પ્રદેશ તરીકે પંકાયેલો છે. ક્યોર્ડનું સૌંદર્ય અનોખું છે. આવા ક્યોર્ડ નિહાળવા માટે અમે નૉર્વેના ધ્રુવર્તુળમાં આવેલા ટ્રસ્સો(Tromso)થી આલ્ટા(Alta)નો પ્રવાસ બસમાં કરવાનું પસંદ કર્યું હતું.
નોર્વેના પાટનગર ઓસ્લોથી અમે ટ્રસ્સો પહોંચ્યા. ત્યાંની “હોટેલ ગ્રાન્ડ નોડિકમાં અમારો ઉતારો હતો. હોટેલમાં પહોંચી, સ્વાગત કક્ષમાં નામ નોંધાવી, રૂમની ઇલેક્ટ્રોનિક ચાવી લઈ અમે અમારો રૂમ ખોલતા હતા ત્યાં રૂમમાંથી જોરથી સંગીતનો અવાજ આવતો હતો. રૂમ બંધ છે અને અંદર ટી. વી. ચાલુ રહી ગયું છે. કોણે આવી ભૂલ કરી હશે ? આગલા પ્રવાસીએ કે સફાઈ કરનાર કામદારે ? જે હોય તે, પણ એની બેદરકારી માટે અમે બબડ્યા. દરવાજો ખોલી અંદર દાખલ થતાં જ સામે ટી. વી. દેખાયું. એ ચાલતું હતું, સંગીત વહી રહ્યું હતું, પણ એ કોઈની બેદરકારી નહોતી. વસ્તુત: હોટેલની અમારા સ્વાગત માટેની અનોખી રીત હતી. ટી. વી ના પડદા પર અંગ્રેજીમાં મોટા રંગબેરંગી અક્ષરોમાં વંચાયું : “પધારો શ્રી રમણલાલ શાહ અને શ્રી અભય મહેતા, અમારા માનવંતા મહેમાન. ગ્રાન્ડ નોર્ડિક હોટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. પોતાનું નામ આમ અણધાર્યું ટી. વી ના પડદા પર વાંચીને કોને આનંદ ન થાય ?
રૂમમાં સામાન ગોઠવી, હાથ-મોં ધોઈ અમે સ્વસ્થ થયા તે દરમિયાન ટી. વી.નું સંગીત મંદ થતું થતું સ્વયં બંધ થઈ ગયું. અમારાં નામ, કહેવત પ્રમાણે, અદશ્ય થઈ ગયાં. અમે બટન દબાવી ફરી ટી. વી. ચાલુ કર્યું તો વંચાયું : “પ્રત્યેક ચેનલના દર રૂમમાં રાખેલી પત્રિકામાં છાપેલા છે. તે પ્રમાણે સિક્કા ટી. વી. માટે રાખેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org